અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં થી એક યુવતી વીધર્મી યુવક સાથે ભાગી ગઇ : પોલીસે યુવક યુવતીની શોધખોળ કરી બંન્નેના પરીવાર જનોને સોપ્યા
મેઘરજ તાલુકાના ગ્રામીણ વિસ્તારના એક ગામની ૨૩ વર્ષીય યુવતી મેઘરજના એક વિધર્મી યુવકને લઇને ભાગી ગઇ હતી યુવતીના પરીવાર જનોએ પોલીસમાં જાણ કરતાં ઇસરી પોલીસે યુવતી અને યુવક ને અમદાવાદ ખાતે થી જડપી પાડી તેના વાલી વારસોને સોપી હતી મેઘરજ તાલુકાના ગ્રામીણ વિસ્તારની એક ૨૩ વર્ષીય યુવતી મેઘરજ નગરના એક વિધર્મી યુવક સાથે પ્રેમમાં પડી હતી થોડા દિવસો બાદ યુવતી વિધર્મી યુવક સાથે તા.૧૦/૯/૨૦૨૩ ના રોજ ભાગી ગઇ હતી યુવતીના અને યુવકના પરીવાર જનોએ બંન્નેની શોધખોળ આદરી હતી પરંતુ યુવક અને યુવતીનો ક્યાંય પત્તો ન લાગતાં યુવતીના પરીવાર જનોએ ઇસરી પોલીસમાં યુવતી ગુમ થયાની જાણવાજોગ ફરીયાદ નોધાવી હતી જેમાં ઇસરી પોલીસે ગણત્રીના દીવસોમાં યુવક યુવતીને અમદાવાદ ખાતે થી જડપી પાડ્યા હતા અને યુવકને મેઘરજ પોલીસ મથકે યુવતીને ઇસરી પોલીસસ્ટેશન ખાતે લવાઇ હતી અને બંન્નેના પરીવારજનોને સોપાયા હતા