ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : પીસી-પી.એન.ડી.ટી એક્ટ-૧૯૯૪ હેઠળ અરવલ્લી જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : પીસી-પી.એન.ડી.ટી એક્ટ-૧૯૯૪ હેઠળ અરવલ્લી જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ

પીસી-પી.એન.ડી.ટી એક્ટ-૧૯૯૪ અન્વયે અરવલ્લી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જયેશ એચ.પરમારના અધ્યક્ષ સ્થાને જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી. અરવલ્લી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા ખાતે યોજાયેલી આ બેઠકમાં બાકી હોય તેવી કાર્યવાહીઓની વિગતો મેળવી તે અંગે ઘટતું થાય અને તે માટે કામગીરી હાથ ધરવામાં આવે તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

પી.એન.ડી.ટી એક્ટ-૧૯૯૪ અંગે સોનોગ્રાફી મશીનના નવા અને રિન્યુઅલ રજિસ્ટ્રેશન બાબતે કાર્યવાહી કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. પીસી-પી.એન.ડી.ટી એક્ટ-૧૯૯૪ અન્વયે કરવાની થતી કામગીરીને બહાલી આપવામાં આવી હતી.

જ્યાં સેક્સ રેશીઓ ઓછો હોય ત્યાં વધુ માં વધુ આઇઇસી જેવી કે ભવાઇ, નાટક, વકતૃત્વ સ્પર્ધા, જેવા વિવિધ જન જાગૃતી લાવવા કાર્યક્રમ હાથ ધરવા.બે કે ત્રણ દિકરી કરતાં વધુ હોય તેવી સગર્ભાને સગર્ભાવસ્થાના ૩ અને ૪ મહિના દરમ્યાન એમ.ટી.પી. થયેલ જણાય તો તેની તમામ વિગતો માગી નિયમિત ટ્રેકિંગ કરવા જણાવ્યુ.

પીસી એન્ડ પીએનડીટી રજીસ્ટ્રેશન ધરાવતી તમામ ક્લિનિક/હોસ્પિટલ/સંસ્થા ખાતે ઇન્સ્પેક્શન દરમ્યાન ફોર્મ – એફ માં ભુલો જણાય તો પીસી એન્ડ પીએનડીટી એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવા જણાવ્યુ.પીસી-પી.એન.ડી.ટી એક્ટ-૧૯૯૪ અંતર્ગત, સ્ત્રી ભૃણ ગર્ભ પરિક્ષણ અને તે સાથે આવા બિનઅધિકૃત કૃત્યો પણ પ્રતિબંધિત છે, જે અન્વયે કડક કાર્યવાહી કરવા સહિતની જોગવાઇ છે.

આ બેઠકમાં PC-PNDT એડવાઈઝરી કમિટીના ચેરમેન દિલીપ પરમાર, સહાયક માહિતી નિયામક નિધિ જયસ્વાલ સહિત અરવલ્લી જિલ્લા સલાહકાર સમિતિના સભ્ય દીનેશભાઈ પટેલ (સરકારી વકીલ), ડૉ. દિનેશભાઈ ડી.ડામોર (ગાયનેકોલોજિસ્ટ-સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ભિલોડા) ડૉ. મેહુલ પટેલ (ગાયનેકોલોજિસ્ટ) ,ગૌતમ સોલંકી (NGO) ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!