વાત્સલ્યમ્ સમાચાર
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી પોલીસ મથકે આગામી ગણેશ ઉત્સવ અને ઈદે મીલા દુન્નબી ના તહેવાર ને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી.
શિનોર પી.એસ.આઇ. એ.આર. મહીડાની ઉપસ્થિતિમાં યોજાયેલ શાંતિ સમિતિની બેઠકમાં હિન્દુ – મુસ્લિમ સમાજ ના આગેવાનો અને ગણેશ મંડળના આયોજકો શાંતિ સમિતિની બેઠકમાં હાજર રહ્યા હતા.
આગામી ગણેશ ઉત્સવ અને ઈદે મીલા દુન્નબી ના તહેવાર શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
સાધલી ગામ ના ડેપ્યુટી સરપંચ પટેલ સંકેતભાઈ સહિત ગણેશ મંડળ ના આગેવાનો, સાધલી મદીના મસ્જિદ કમિટીનાં સભ્યો આગેવાનો યુવાનો હાજર રહ્યા હતા.
ફૈઝ ખત્રી…શિનોર