
ડેડીયાપાડા ચેતર વસાવા ના સમર્થન માં જાહેરસભા યોજાય. કેજરીવાલ ભગવંત માન નું સંબોધન.
તાહિર મેમણ – ડેડીયાપાડા – 24/07/2025 – નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આજે 24 જુલાઈના રોજ ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે એક વિશાળ જાહેર જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડેડિયાપાડા ખાતે આ સભાનો મુખ્ય હેતુ આદિવાસી સમાજ અને AAP ધારાસભ્ય ચૈતર વસાવાના ‘ખોટા કેસ અને ધરપકડ’ના વિરોધમાં તેમનું સમર્થન કરવાનો હતો. આ જનસભામાં AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, હેમંત ખવા, AAP મહામંત્રી સાગર રબારી, યુવરાજસિંહ જાડેજા સહિતના અનેક દિગ્ગજ નેતાઓએ હાજરી આપી હતી અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.એમાં આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન જાહેરસભા સંબોધી હતી, જેમાં ભગવંત માને કહ્યું હતું કે પશુપાલકોના પૈસા ખાઈ જતી આ સરકાર અહંકારી છે. તો કેજરીવાલે કહ્યું હતું કે ભાજપ-કોંગ્રેસ ભેગા થઈ લોકોને લૂંટે છે. વરસાદી વાતાવરણ વચ્ચે પણ ચૈતર વસાવાના સમર્થકો અને આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા, જેને ધ્યાનમાં રાખીને સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
કેજરીવાલે ચૈતર વસાવાને આદિવાસી સમાજનો દીકરો ગણાવતાં કહ્યું કે, તમારા દીકરા ચૈતર વસાવાએ તમને હક અને અધિકારો અપાવવાનું કામ કર્યું અને તેના માટે એણે ભાજપ જેવી ક્રૂર પાર્ટી સામે લડવાનું કામ કર્યું. તેમણે ‘જેલના તાળા તૂટશે, ચૈતર વસાવા છૂટશે’ના નારા સાથે ચૈતર વસાવાના સમર્થનમાં પોતાનો અવાજ બુલંદ કર્યો હતો.
આ સભા માં આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય નેતા હાજર રહ્યા હતા.AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, હેમંત ખવા, AAP મહામંત્રી સાગર રબારી, યુવરાજસિંહ જાડેજા સહિતના અનેક દિગ્ગજ નેતાઓએ હાજરી આપી હતી




