26 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
આજ રોજ તા.૨૬ ઓક્ટોબર ૨૩ના આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે નવી શિક્ષણ નીતિ અંતર્ગત ઇલેક્ટ્રોનિક્સ & હાર્ડવેર ટ્રેડ તથા એપરલ ટ્રેડમાં કૌશલ્ય વર્ધક સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ઇલેક્ટ્રોનિક્સ & હાર્ડવેર ટ્રેડમાં વૉટર એલાર્મ, રી-બ્રેકિંગ સીસ્ટમ અને સ્ટીમ એન્જીન તથા એપરલ ટ્રેડમાં ડેકોરેટીવ ટોપલી, વેસ્ટમાંથી બેસ્ટ ફેબ્રીક જ્વેલરી, બેબીફ્રોક, ડાઈગ ફેબ્રીક જેવા પ્રોજેક્ટ/મોડલ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. જેના થકી વિદ્યાર્થીઓમાં કૌશલ્યનો વિકાસ થાય અને માહિતગાર બને તે હેતુથી આ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ઇલેક્ટ્રોનિક્સ ટ્રેડમાં વૉટર એલાર્મ અને એપરલ ટ્રેડમાં ડેકોરેટીવ ટોપલી પ્રોજેક્ટ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.આ સ્પર્ધાનું સુંદર આયોજન થવા બદલ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગરના પ્રમુખશ્રી તથા હોદ્દેદારશ્રીઓએ અભિનંદન પાઠવ્યા હતા.