સમાધાન મૂજબના પડતર પ્રશ્નોનો નિવેડો ન આવતા શિક્ષક સંઘ દ્વારા શનિવારે આશ્ચર્યજનક કાર્યક્રમ

0
58
વાત્સલ્યમ્ સમાચાર

13-સપ્ટેમ્બર

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ

ભુજ કચ્છ :- જિલ્લા અને તાલુકા મથકે થાળીઓ વગાડી અને મીણબત્તીઓ જલાવી સરકારને પડતર પ્રશ્નો અંગે યાદ અપાવાશે. રાજ્ય સરકારના કર્મચારીઓ અને ખાસ કરીને શિક્ષકોના હિતમાં કેટલાક ઉકેલ માંગતા પ્રશ્નો બાબતે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આંદોલન કાર્યક્રમ આપવામાં આવેલ હતો. આંદોલન વચ્ચે સરકારશ્રી દ્વારા પાંચ મંત્રીશ્રીઓની કમિટી બનાવી પડતર પ્રશ્નોના ઉકેલ-સમાધાન માટે તા.૧૬/૯/૨૦૨૨ના રોજ મીટીંગનું આયોજન કરાયું હતું. જેમાં મહદ્અંશે પ્રશ્નોનો નિકાલ કરવામાં આવેલ. પરંતુ કર્મચારીઓના મહત્વના ત્રણ પ્રશ્નો (૧) તા.૧/૪/૨૦૦૫ પહેલાં ભરતી થયેલ કર્મચારીઓ હાલ નવી પેન્શન યોજનામાં છે તેમને થયેલ સમાધાન મુજબ જુની પેન્શન યોજનામાં સમાવવા બાબત (૨) તા.૧/૪/૨૦૦૫ પછી ભરતી થયેલા કર્મચારીઓને સમાધાન મુજબ સી.પી.એફ.માં સરકારશ્રી દ્વારા ૧૦%ને બદલે ૧૪% ફાળો ઉમેરવા બાબત અને (૩) ૪૫ વર્ષની મર્યાદા બાદ કર્મચારીઓને પરીક્ષામાંથી મુક્તિ આપવા અને પરીક્ષા ન લેવાઈ હોય તેવા કિસ્સામાં ઉચ્ચતર પગાર ધોરણનો કેસ ટુ કેસ નિર્ણય કરવા આ મુખ્ય ત્રણ પ્રશ્નોનું આજદિન સુધી નિરાકરણ ન મળતાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંધ અને સયુંકત કર્મચારી મોરચા દ્વારા પ્રશ્નોના નિરાકરણ માટે લડત કાર્યક્રમ આપવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું.

જે મુજબ ગત તારીખઃ ૧૯/૮/૨૦૨૩ ના રાજ્યના તમામ તાલુકા-જિલ્લા લેવલે ઉપર જણાવેલ મુખ્ય ત્રણ પ્રશ્નો સાથે ધારાસભ્યશ્રી, સંસદસભ્યશ્રી અને કલેકટરશ્રીને આવેદનપત્રો આપવામાં આવ્યા હતા. આવેદનપત્રો આપ્યા બાદ પણ સરકાર તરફથી આ અંગે કોઈ કાર્યવાહી ન થતાં હવે અગાઉ આપવામાં આવેલ કાર્યક્રમ મુજબ આગામી તા .૧૬/૯/૨૦૨૩ ના રાજ્યના તમામ તાલુકા-જિલ્લા લેવલે સાંજે ૬ થી ૭ કલાકે સમાધાન મુજબના પ્રશ્નોના ઉકેલ માટે કર્મચારીઓ સમૂહમાં એકઠા થઈ આશ્ચર્યજનક કાર્યક્રમ જેમાં મીણબત્તી-દીપ જલાવી, થાળી વગાડી સરકારશ્રીને પ્રશ્નો યાદ કરાવશે તેવું કચ્છ જિલ્લા સયુંકત કર્મચારી મોરચાના પ્રમુખ નયનસિંહ જાડેજા, મહામંત્રી દિવ્યરાજસિંહ જાડેજા , મીડિયા કન્વીનર હરિસિંહ જાડેજા અને જિલ્લા શિક્ષક સંઘના મહામંત્રી કેરણા આહિરની સયુંકત યાદીમાં જણાવાયું છે. આશ્ચર્યજનક કાર્યક્રમ બાદ પણ સરકાર તરફથી આગામી દિવસોમાં આ અંગે કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો આગામી સમયમાં વધુ જલદ કાર્યક્રમો આપવાની જિલ્લા સંઘના કાર્યાધ્યક્ષ હરદેવસિંહ જાડેજા, ખજાનચી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને રાજ્ય સંઘના મંત્રી વિલાસબા જાડેજાએ ચીમકી ઉચ્ચારી છે.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here