થરા ખાતે શ્રી અંતરાય કર્મ નિવારણ પૂજા એવમ શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ…
થરા ખાતે શ્રી અંતરાય કર્મ નિવારણ પૂજા એવમ શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ...

થરા ખાતે શ્રી અંતરાય કર્મ નિવારણ પૂજા એવમ શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ…
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા જૈન દાદા વાડી ખાતે સ્વ. મનોજકુમાર કાંતિલાલ શાહ (સોની) ની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે તેમના આત્મશ્રેયાર્થે શ્રી અંતરાય કર્મ નિવારણ પૂજા,પ્રાર્થના સભા એવમ શ્રદ્ધાંજલિ તા. ૧૧/૦૮/૨૦૨૫ ને રવિવારના રોજ અર્પણ કરાઈ.સ્વ. મનોજકુમારે તેઓના જીવનકાળ દરમ્યાન કરેલ આરાધનામાં ત્રણ માસ ક્ષમણ,ઉપધાન તપ,૫૦૦ આયંબિલ,વર્ધમાન તપની ૨૦ ઓળી,પાંચમા ચોમાસા ગિરનાર તીર્થમાં પ.પૂ.શ્રી કરુણાદ્રષ્ટિ મ. સા. ની નિશ્રામાં ઉપકરણ વંદનાવલીમાં ઓઘાનો ચડાવો લીધો અને પાંચમાં વર્ષમાં દીક્ષા લેવાનો નિયમ અને ના લેવાય તો પાંચ વિગઈ નો આજીવન ત્યાગનો નિયમ લીધો અને ત્રીજા વર્ષે દેવલોક થઈ ગયા,૫૦૦ આયંબિલ દરમિયાન એટેકને કારણે સ્ટેન્ડ મૂકાવું પડ્યું તો પણ પારણું કરવાની ના પાડી અને ૫૦૦ આયંબિલ પણ પૂર્ણ કર્યા, આજીવન હોટલ નો ત્યાગ,સમૂહ લગ્નમાં જમવાનો ત્યાગ,૬૦૦ ડાયાબિટીસ,બાયપાસ,૨ વાર સ્ટેન્ડમુકાવવા છતાં પણ નિરંતર આયંબિલ,છેલ્લા દિવસે પણ મનમાં સારૂ થઈ જાય તો આયંબિલ કરવાની ભાવના, છેલ્લા અઠવાડિયામાં હોસ્પિટલ ખાતે ICU માં હોવા છતાં છ બુકનું વાંચન કરેલ.આયંબિલ શાળામાં મુખ્ય લાભાર્થી તરીકે ૧૧ લાખ રૂપિયા નો લાભ લીધો, બે વર્ષ પહેલાં ભવ આલોચના કરી,છેલ્લા એક દિવસ પહેલાં જેટલી વાર વાપરે ત્યારે આહાર પાણી ત્યાગ ના પચકખાણ કર્યા, છેલ્લા એક મહિના દરમિયાન દરરોજ શક્રસ્તવ, ઋષિમંડલ, પંચસૂત્ર,પુણ્યપ્રકાશનું સ્તવનનું સ્મરણ કરતા,૧૭ વર્ષ પહેલાં શત્રુંજય ઉપર ૯૦૦ ડાયાબિટીસ હોવાથી કોમામાં ગયા ત્યારે દાદા નો ચમત્કાર થયો અને સંપૂર્ણ ભાનમાં આવી ગયા કોમામાં ગયા ત્યારે પરિવાર ને તાત્કાલિક બોલાવી લીધા હતાં!!!આવું જીવન જીવનાર સ્વ.મનોજકુમાર શાહને પત્ની ગં.ગ.સ્વ. સંગીતાબેન,પુત્ર નિશાંત,પુત્રવધુ નિધિબેન, સુપુત્રી પૂનમબેન સુહાસકુમાર હેબરા,નૂતનબેન રૂષિલકુમાર શાહ,મેઘાબેન પારસકુમાર સંધવી બહેન ત્રિલોચનાબેન દિનેશકુમાર મહેતા,સંગીતાબેન હેમેન્દ્રકુમાર ભોટાણીની ઉપસ્થિતિમાં શ્રી અંતરાય કર્મ નિવારણ પૂજા, પ્રાર્થના સભા એવમ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો ત્યારે વી. એલ. શાહ, રાજુભાઈ પ્રગતિ બેંક, જીતુભાઈ ધાણધારા બ. કાં. જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, માર્કેટયાર્ડ ના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ,થરા સ્ટેટ માજી રાજવી એવમ ન.પા.પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, સિદ્ધરાજસિંહ વાઘેલા,બ.કાં.જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ ભુપતાજી મકવાણા,ચંદુજી ઉણેચા, કાંકરેજ તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, રફીકભાઈ મનસુરી(એડવોકેટ), ગોવિંદભાઈ પ્રજાપતિ વકીલ, રિટાયર્ડ પી.એસ.આઈ. પ્રવિણસિંહ ચાવડા, બાબુભાઈ ચૌધરી ખસા,પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય થરા શાખાના સૂર્યાબેન, નયનાબેન ઠક્કર,શ્રી કાંકરેજી દશા શ્રીમાળી બેતાલીસ જૈન સોની પરિવાર સહીત અઢારેય આલમમાંથી વિશાળ સંખ્યામાં સ્નેહીજનોઓ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530






