રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૨૫.૧૦.૨૦૨૩
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના એક સીટી નજીકના ગામમાં થી પીડિતા એ મદદ માટે 181 અભયમ્ મહિલા હેલ્પ લાઇન માં કૉલ કરી જણાવેલ કે મારા પતિ મને નોકરીના સ્થળે આવી ખૂબજ મારપીટ કરે ગળુ દબાવે છે જલ્દી આવો તેમ જણાવતાં અભયમ રેસ્કયુ ટીમ હાલોલ તાત્કાલિક સ્થળ પર પહોચી પરણિતાને પતિ ની ચુંગાલ માંથી બચાવેલ અને જીવ નું જોખમ હોવાથી પોલીસ રક્ષણ માટે પોલિસ સ્ટેશન માં ફરિયાદ કરવામાં આવી છે.હાલોલ 181 ટીમ ત્વરિત ધટના સ્થળે દોડી ગયા હતા.પ્રાપ્ત વિગતો અનુસાર મહિલાના લગ્ન ને છ મહિના થયેલ છે અને તેના પતિ અને સાસરિયા વાળા લગ્ન બાદ અવાર-નવાર માનસિક ત્રાસ આપવા લાગ્યાં હતાં.અને પીડિતા ને નોકરી ન કરવા દેવા દબાણ કરતા હતા.પીડિતા પોતાના જીવન ખર્ચ પોતાના પગાર માંથી કરે છે.તેના પતિ ચાલુ નોકરી એ નોકરીના સ્થળની આસ પાસ આવી પહેરો રાખે છે.પીડિતા ને પ્રેગન્સીનાં બે માસ થયા છે અને મારઝૂડ કરી બાળક ના રાખવાં પણ દબાણ કરે છે જેથી શારિરીક માનસિક ત્રાસ થી પીડિતા એકલા રહે છે.પીડિતા ના પતિ એ મોબાઈલ અને સ્ત્રી ધન દાગીના ઝૂંટવી લીધા છે.181ની ટીમે સ્થળ પર પહોંચી તેમના પરિવારના સભ્યો સાથે વાત કરી.પીડિતા બહેનનાં પતિને 181 ટીમ આવ્યા ની જાણ થતા મહિલા ને મારપીટ કરી તેનો મોબાઇલ ફોન અને તેના પર્સ,કપડાં, સોના ચાંદીના ( બ્રેસ્લેટ , રીંગ)દાગીના, અગત્યના ડોક્યુમેન્ટ જેવી વસ્તુઓ ભરેલી બેગ નર્મદા કેનાલમાં ફેંકી દીધી હતી.જે મહામહેનતે અભયમ ટીમે બહાર કાઢી હતી આ દરમિયાન પતિ એ પરણિતા ને કેનાલ માં ફેંકી દેવાની ધમકી પણ આપી હતી.જેથી હાલોલ પોલિસ સ્ટેશન માં ફરિયાદ અપાવવામાં પણ આવી છે.પોતાનો જીવ બચાવવા ત્વરીત મદદ બદલ પરણિતા એ અભયમ રેસ્ક્યું ટીમ હાલોલ નો આભાર માન્યો હતો.