GUJARATKUTCHMANDAVI

કોર્પોરેટ જગતમાં યુવા પ્રતિભાઓને તકો પૂરી પાડવા અદાણી ગ્રુપ અગ્રેસર.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-મુન્દ્રા કચ્છ.

મુન્‍દ્રાવણ ,તા-11 જૂન  : દેશના યુવાધનને કોર્પોરેટ જગતમાં નવી તકો પૂરી પાડવા અદાણી ગ્રુપ અગ્રેસર છે. તાજેતરમાં અદાણી સમર ઈન્ટર્ન પ્રોગ્રામ-2024 હેઠળ દેશભરના 22 રાજ્યોમાંથી અદાણી જૂથમાં ઈનટર્ન્સની ભરતી કરવામાં આવી છે. જેઓ આગામી બે મહિનામાં પડકારરૂપ પ્રોજેક્ટ્સ પર કામ કરશે. જેમાં સૈદ્ધાંતિક અને વ્યવહારુ જ્ઞાનનો સુમેળ સાધવાના સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.

આ વર્ષે અદાણી ગ્રૂપમાં 70 પેનલિસ્ટના સઘન પ્રયાસોથી 22 કોલેજોના 3,000થી વધુ ઉમેદવારો માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરી ટોચના 10% પસંદ કરવામાં આવ્યા છે. જેમાં એન્જિનિયરો અને નોન-એન્જિનિયર્સની ભરતી કરીને બેચને વૈવિધ્યસભર બનાવવામાં આવી છે. ભરતી પામેલ ઉમેદવારો દેશભરની અગ્રણી સંસ્થાઓમાંથી પસંદગી પામ્યા છે. IIM, IIT, IIM- Mumbai, FMS, MICA, Fore School, GIM, IIFT, IMI, IMT-G, NMIMS વગેરે શૈક્ષણિક સંસ્થાઓમાંથી ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા છે.

કોર્પોરેટ વિશ્વની ગતિશીલતાને સમજવા માટે ઇન્ટર્નશીપને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઈન્ટર્ન્સ માટે અનુકૂળ વાતાવરણ બનાવવું એ કોઈપણ સંસ્થા માટે સર્વોપરી છે. તે માત્ર વ્યાવસાયિક વૃદ્ધિને જ નહીં, પરંતુ કંપનીની પ્રગતિમાં નોંધપાત્ર યોગદાન આપવાની ક્ષમતાને પણ વિકસાવે છે. અદાણી જૂથ દરેક ઇન્ટર્ન કાર્યકાળ દરમિયાન સમૃદ્ધ અને પરિપૂર્ણ અનુભવ મેળવે તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

યુવાઓને માત્ર નોકરી જ નહીં, તેમનું ઉજ્વળ ભાવિ સુનિસ્ચિત કરવા અદાણી ગ્રુપ દ્વારા પહેલ કરવામાં આવી છે. કેડર મેનેજમેન્ટના ગ્રૂપ હેડ અનિલ કલગા જણાવે છે કે “અમારો ઉદ્દેશ અદાણી જૂથ સાથે ઇન્ટર્ન્સની સફરને વધુ અસરદાર બનાવવાનો છે. તેમને બિઝનેસ લેન્ડસ્કેપમાં આંતરદૃષ્ટિ પ્રદાન કરી શકે તેવા લીડર્સ સાથે જોડવાનો છે. મેન્ટરશિપ દ્વારા અમે ઇન્ટર્ન્સને મહત્વાકાંક્ષી ધ્યેયો નક્કી કરવા અને વ્યાવસાયિક પ્રયાસોને ખીલવવા પ્રોત્સાહન આપીએ છીએ”.

કેમ્પસ સ્ટ્રેટેજીના લીડ મનીષકુમાર જણાવે છે કે, “અમે ઔપચારિક અને અનૌપચારિક સહેલગાહને એકીકૃત કરીને ઇન્ટર્ન્સને યાદગાર અનુભવ પ્રદાન કરવા પ્રતિબદ્ધ છીએ. એક સંસ્થા તરીકે અમે યુવા પ્રતિભાઓને રોજગારીની યોગ્ય તકો પ્રદાન કરીને ઉજ્વળ ભવિષ્ય બનાવવા મદદ કરીએ છીએ”.

દેશભરમાંથી આવતી યુવા પ્રતિભાઓને CADRE પ્રોગ્રામ હેઠળ ઓનબોર્ડ કરવામાં આવે છે. CADRE પ્રોગ્રામને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યો છે. AALP (અદાણી એક્સિલરેટેડ લીડરશીપ પ્રોગ્રામ), AMTP (અદાણી મેનેજમેન્ટ ટ્રેઇની) અને ET (એક્ઝિક્યુટિવ ટ્રેઇની). બે મહિનાની સફળ ઇન્ટર્નશિપ બાદ તેઓને મેરીટના આધારે પ્રી-પ્લેસમેન્ટ ઓફર કરવામાં આવશે.

અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સ્ટ્રેટેજી અને બિઝનેસ ડેવલપમેન્ટ ટીમમાં ઇન્ટર્નશીપ કરતા IIM ત્રિચીના અરૂણ ગોપાલ જણાવે છે કે “હું અહીં જે લીડર્સને મળ્યો તેઓ પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રના પ્રણેતા બનવાનું વિઝન ધરાવે છે. હું એવી ટીમનો ભાગ બનીને ખુશ છું જે ઊર્જા સંક્રમણ માટેના બજારને સમજવાનો પ્રયાસ કરી રહી છે”.

ઈન્ટર્ન્સને તેમના સંલગ્ન વ્યવસાય એકમોના લીડર્સ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે. વળી બહારગામથી આવતા ઈન્ટર્ન્સને ઓફિસની આસપાસ રહેઠાણ માટે મદદ કરવામાં આવે છે. તદુપરાંત કોઈપણ પ્રશ્નોના નિરાકરણ માટે તેમની સાથે પાક્ષિક વાર્તાલાપ પણ કરવામાં આવે છે.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!