DHROLGUJARATJAMJODHPURJAMNAGAR CITY/ TALUKOJOTANAKALAVAD

ગર્ભના જાતિ પરીક્ષણ અંગે સચોટ RTI કરતા એડવોકેટ

 

જામનગરને પોલીસ કમીશનરેટ ક્યારે?? તે અંગે પણ ગૌતમ ગોહિલની મુદાસર રજુઆત

જામનગર (ભરત ભોગાયતા)

જામનગરના જાણીતા અને અભ્યાસુ એડવોકેટ ગૌતમ ગોહિલએ ગર્ભના જાતિય પરીક્ષણના કાયદા અંતર્ગત આરોગ્ય વિભાગમાથી કાયદા મુજબ માહિતી માંગી છે અને આરટીઆઇ એક્ટ હેઠળ વિધીવત અરજી કરી છે તેમજ જામનગરને પોલીસ કમીશનરેટ મળવુ જોઇએ તે રજુઆત પણ કરી છે કેમકે વધતી વસ્તી અનેક પરપ્રાંતિયોના રોજગાર માટે સ્થાયી થતા કાયદો વ્યવસ્થાનુ નેટવર્ક વધુ મજબુત કરવા તેમજ જાહેરનામાં વગેરે પ્રસિદ્ધ કરવા મેજીસ્ટ્રેરીયલ સતા સાથેનુ પોલીસ વ્યવસ્થાપન પણ જરૂરી હોવાનુ તેમણે જણાવ્યુ છે


Pre-Conception and Pre-Natal Diagnostic Techniques PC-PNDT
પીએનડીટી કાયદો લિંગ નિર્ધારણ અને સ્ત્રી ભ્રૂણ હત્યાની ગેરકાયદેસર પ્રથાને નાબૂદ કરવાની જરૂરિયાત પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને લોકોના પ્રતિનિધિઓ અને નાગરિક સમાજની સામૂહિક ચિંતાનો પડઘો પાડે છે. એકલા કાયદાથી લિંગ પસંદગી પ્રથાઓ અને પ્રતિકૂળ લિંગ ગુણોત્તર પર તેની અસરની સમસ્યા હલ થઈ શકતી નથી.પીસી અને પીએનડીટી વિશે – ગર્ભાવસ્થા પહેલા અને પ્રસૂતિ પહેલા નિદાન તકનીકો નક્કી કરે છે

તેમજ PC&PNDT નિયમો, 1996 હેઠળ નિયમ 3(3)(1)(b) ની જોગવાઈઓ અનુસાર અને ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના 26.10. 2018 ના પત્રના સંદર્ભમાં, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી અને ડિપ્લોમા ધરાવતા પ્રસૂતિ અને સ્ત્રીરોગ નિષ્ણાતો સગર્ભા મહિલા દર્દીઓના અલ્ટ્રાસાઉન્ડ કરવા માટે પાત્ર છે. જે માટે આરોગ્ય તંત્ર રજીસ્ટેશન કરે છે

આવી કાયદાકીય બાબતો સાથે ગૌતમ ગોહિલે જામનગરના જીજીહોસ્પીટલ સામે તેમજ ગુલાબનગર વગેરે વિસ્તારોને ટાંકી જે તે વખતે આરોગ્ય વિભાગે ગેરકાયદે મહિલા ગર્ભ ના દીકરો છે કે દિકરી તે બાબતના પરીક્ષણોમાં આગળ શું પગલા લેવાયા?? કેસ કેટલા નોંધાયા?? દંડ કેટલાને થયા?? વગેરે ને લગત સચોટ અને મુદાસર સ્રી રોગ નિષ્ણાંત (ગાયનેકોલોજીસ્ટ )ને લગત તેમજ ગર્ભ ધરાવતી મહિલાના સોનોગ્રાફી પરીક્ષણ અંગેના સવાલોની માહિતી પણ એડવોકેટ ગૌતમ ગોહિલએ જામનગર જીલ્લા આરોગ્ય તંત્ર પાસેથી માંગી છે લાંબા સમય બાદ સંવેદનશીલ મુદે આવી વિગત પુછાય હોવાનુ અનુમાન છે.

ઉલ્લરખનીય છે કે પીસી&પીએનડીટી કમીટીની જીલ્લા કલેક્ટર કક્ષાએ કામગીરી સમીક્ષાની મીટીંગ મળતી હોય છે. જો કે હાલારમા ગણી શકાય તેવા જુજ જ કેસ નોંધાયા હોઇ કાં તંત્ર વધુ એલર્ટ છે કાં તો લાયકાત ન હોય છતા આવા પરીક્ષણ કરનારાઓ અંગે તંત્રને પુરતી વિગત મળતી નથી અથવા દરેક વકજતે ચેકીંગ કરવુ શક્ય ન હોય તેનો લાભ લેવાય છે તેમ આ ત્રણમાંથી એક કારણ હોય શકે છે. તેમજાણકારોમાં ચર્ચા છે

ઉપરાંત જામનગતની સાત લાખથી વધુ વસતી તેમજ બહોળી સંખ્યામાં બહારના રાજ્યો રોજગારી માટે આવે છે તેમ.પણ વસતી વિસ્તારો વધ્યા હોઇ દેખીતુ છે કે પોલીસ અધીક્ષક કચેરી અને સ્ટાફ દરેક જગ્યાએ પહોંચી ન શકે તેમજ વદફુ વસતી વિસ્તાર હોઇ પોલીસ પાસે લો ઓર્ડરની જાળવણી સાથે જરૂરી જાહેતનામા પણ પ્રસિદ્ધ કરવા મેજીસ્ટેરીયલ પાવર મળે તેમ હોઇ જેથી જીલ્લા કલેક્ટર પરનુ ભારણ ઘટે તો તેઓ અન્ય વહીવટી બાબતોમાં સમય ફાળવી શકે છે માટે જામનગરને પોલીસ કમીશ્નરેટ મળે તે જરૂરી હોવાનુ ગૌતમ ગોહિલ એડવોકેટએ રજુઆત કરી તે માટેના બીજા મનપા વિસ્તારો બીજા વસતી વાળાશહેરો જામનગરનો વ્યાપ અને વસતી પરપ્રાંતીય વસવાટ વગેરે મુદાસર રજુઆત કરી ને શહેરમાં પોલીસ કમીશનર તેમજ જીલ્લા માટે જિલ્લા પોલીસ વડા વ્યવસ્થા હોય તે જરૂરી હોવાનુ જણાવ્યુ છે

કાયદાઓના વિષદ અભ્યાદબાદ જ રજુઆત ,અરજી ,કોર્ટ અપીઆરન્સ વગેરે કરતા એડવોકેટ ગૌતમ ગોહિલ એ અનેક રજુઆતોથી અનેક વખત ઉકેલ પણ લાવ્યા છે તેમજ લોક.પ્રશ્ર્નોએ સતત જાગૃતિ દાખવે છે

___________________

રીગાર્ડઝ

ભરત જી.ભોગાયતા

B.sc.,L.L.B.,d.n.y.(GAU)
journalism (hindi)
પર્સોનલ મેનેજમેન્ટ (ડો.રાજેન્દ્રપ્રસાદ યુનિ.)

પત્રકાર (ગવર્મેન્ટ એક્રેડેટ)

જામનગર

8758659878

bhogayatabharat@gmail.com

Back to top button
error: Content is protected !!