રીપોર્ટર : ગિરીશ રાવળ અમદાવાદ
ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષા ટુંક સમય માં શરૂ થવાની છે તેના સંદર્ભ માં શિક્ષણ વિભાગ દ્વારા પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે.અને પરીક્ષા આપનાર વિધ્યાર્થી ઓ માટે તેમને ઉતાવળ માં હોલ ટિકિટ ખોવાઈજાય કે રહી જાય તો બોર્ડની પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓ પ્રવેશ આપવામાં વિલંબ થતો હતો.
ધો.૧૦-૧૨ બોર્ડ ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ ને હોલ ટિકિટ વિના પ્રવેશ સંદર્ભે અમદાવાદ શહેરના DEO રોહિત ચૌધરીએ જણાવ્યું કે, બોર્ડ પરીક્ષા સેન્ટર ધરાવતી સ્કૂલો ને ખાસ સૂચના આપવામાં આવી છે કે તે શાળા વિદ્યાર્થીની હોલ ટિકિટ ના હોય તો તે વિધ્યાર્થી ને અટકાવી નહિ શકે. જો શાળા સંચાલક અટકાવશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે અને જો વિદ્યાર્થી હોલટિકિટ જલ્દીમાં ભૂલી જાય તો કેન્દ્ર પર તેની એક કોપી રાખવાની સૂચના આપવામાં આવી છે. શાળાના આચાર્ય સાથે વાત કરીને વિદ્યાર્થીની વોટ્સએપ પર હોલ ટિકિટ મંગાવી શકે છે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.અને તેના આધારે વિદ્યાર્થીને પરીક્ષા આપી શકશે.