AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

CISF સામે નોંધાયો કેસ HIV પોઝિટિવ જવાનની ઓળખાણ જાહેર કરી હતી

CISFના એક HIV પોઝિટિવ જવાનની હેલ્થ હિસ્ટ્રી તેની ટ્રાન્સફર સાથે બધાને જાહેર કરાતા CISF સામે કેસ નોંધાયો છે. HIV પીડિત વ્યક્તિની ઓળખાણ જાહેર ન કરવી તે પ્રકારનો કાયદો અને નિયમ હોવા છતાં આ પ્રકારે જાહેરાત થવાથી ન માત્ર ગુપ્તતાના અધિકારનો ભંગ થાય છે, પરંતુ સમાજમાં બદનામીનો પણ ભોગ બનવું પડે છે તેવી ફરિયાદ સાથે કેસ નોંધાયો છે.

અરજદારે હાઇકોર્ટમાં પિટિશન કરીને આ મુદ્દે કોર્ટ હસ્તક્ષેપ કરી જરૂરી નિર્દેશો જારી કરે તે પ્રકારની માંગણી કરી. સાથે જ આ કેસમાં યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગણી પણ કરી છે. HIV પીડિત વ્યક્તિની ગુપ્તતાના અધિકારના મુદ્દે હાઈકોર્ટે સંજ્ઞાન લીધું છે અને CISF, અરજદારના કમાન્ડન્ટ સહિતના પક્ષકારોને નોટિસ જાહેર કરી અને ખુલાસો માંગ્યો છે. આ કેસની આગામી સુનાવણી 28 ફેબ્રુઆરીના રોજ આ ધરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!