ચીની ‘હ્યુમન મેટાન્યુમો વાઈરસ'(HMPV)નો ત્રીજો કેસ ગુજરાતમાં નોંધાયો

ચીની ‘હ્યુમન મેટાન્યુમો વાઈરસ’ના કેસ ગુજરાતમાં નોંધપાત્ર રીતે વધી રહ્યાં છે. ત્યારે HMP વાઈરસના અમદાવાદમાં અત્યાર સુધીમાં ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ વાયરસનો એક કેસ સાબરકાંઠામાં પણ જોવા મળ્યો હતો. જો કે, અમદાવાદમાં વધુ એક કેસ નોંધાયો છે, અમદાવાદમાં 9 માસનું બાળક HMP વાયરસ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદમાં HMP વાયરસનો ત્રીજો કેસ નોંધાયો છે. 9 માસનું બાળક HMP વાયરસ પોઝિટિવ આવ્યો છે. વિહા ચિલ્ડ્રન હોસ્પિટલમાં બાળકને દાખલ કરવામાં આવ્યો છે. શરદી, ઉધરસ અને શ્વાસ લેવામાં બાળકને તકલીફ થતી હતી.
અમદાવાદમાં 80 વર્ષના વૃદ્ધને HMPV કેસ પોઝિટિવ આવ્યો હતો. સ્ટર્લિંગ હોસ્પિટલમાં દર્દી સારવાર હેઠળ છે. અસ્થમાની બીમારી ધરાવતા દર્દીનો HMPV કેસ પોઝિટિવ આવ્યો હતો. HMPV વાયરસનો હિંમતનગરમાં પ્રથમ કેસ નોંધાયો હતો. ખાનગી હોસ્પિટલમાં 8 વર્ષના બાળકને HMPV પોઝિટીવ આવ્યું હતું. પ્રાંતિજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના આ બાળકનું રિપોર્ટ પોઝિટિવ આવ્યું હતું. ત્યારે બાળકને ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે.





