BANASKANTHAGUJARATPALANPUR

આદર્શ વિદ્યાસંકુલ પાલનપુર ખાતે ‘ઐક્યૌત્સવ’ સમારોહની ભવ્ય ઉજવણી કરવામાં આવી 

19 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ, પાલનપુર સંચાલિત “આદર્શ વિદ્યાસંકુલ” માં બાળમંદિર થી વિવિધ કૉલેજો સુધીની તમામ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા તારીખ ૧૭-૧૮ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ સાંજે ૭:૦૦ થી ૧૧:૦૦ દરમિયાન બાળકોનો રહેલ સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવામાં શુભ આસયથી ઐક્યૌત્સવ સમારોહ યોજાયેલ.ઐક્યૌત્સવમાં તા.૧૭-૧૮ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળના ઉપપ્રમુખ માનનીય શ્રી વિરજીભાઈ જુડાલ ,મહામંત્રી શ્રી શામળભાઈ કાગ, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી શ્રી ફલજીભાઈ ભટોળ ,સહમંત્રીશ્રી મોંઘજીભાઈ,મંત્રીશ્રી રઘુભાઈ ડેલ વિવિધ સંસ્થાઓના દાતાશ્રીઓ, આચાર્યશ્રીઓ એ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુક્યો હતો. આ કાર્યક્રમમાં સહભાગી બાળકલાકારોએ સ્વાગતગીત,અભિનયગીત, ગરબો ,નાટક ,નૃત્યનાટિકા, વિવિધ ડાન્સની આકર્ષક રજૂઆત કરીને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વાલી જનમેદનીના મન મોહી લીધા હતા.બાળકલાકારોની કલાને બિરદાવા મોટી રકમ તેમજ પ્રોત્સાહન પૂરું પાડવા પણ આપવામાં આવ્યા હતા.શિક્ષણ સમિતિના ચેરમેન માનનીય શ્રી ફલજીભાઈ ભટોળે તથા મંડળના ઉપપ્રમુખ માનનીય શ્રી વિરજીભાઈ જુડાલે પ્રસંગોચિત પ્રવચનમાં સંકુલમાં ચાલતી વિવિધ સંસ્થાઓમાં ભણતા બાળકોમાં સર્વાંગી વિકાસની વાત કરી બાળકલાકારો તેમજ તેમના માર્ગદર્શકશ્રીઓને અભિનંદન પાઠવ્યા હતા.ઐકયોત્સવ કાર્યક્રમને સફળતા આપનાર તમામનો મંડળના મહામંત્રીશ્રી શામળભાઈ કાગે અને શિક્ષણ સમિતિના મંત્રી શ્રી રઘુભાઈ ડેલેઆભાર વ્યક્ત કર્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!