AMRELIRAJULA

રાજુલા લોહાણા મહાજન વાડી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

અનેક મહાનુભાવો એ આપી આ કાર્યક્રમમાં હાજરી

રાજુલા લોહાણા મહાજન વાડી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

રાજુલા શહેરમાં રાજુલા લોહાણા મહાજન વાડી ખાતે સર્વ પ્રથમવાર બ્લડ ડોનેશન કેમ્પનું એક ભવ્ય આયોજન કરવામાં આવેલું અને આ આયોજન રાજુલા લોહાણા મહાજન તેમજ શ્રી જલારામ સેવા મંડળ રાજુલા દ્વારા કરવામાં આવેલું જેમાં આ કાર્યક્રમમાં સંતો મહંતો અને આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવેલો
આજના આ કાર્યક્રમમાં રાજુલા શહેરના વેપારીઓ અગ્રણીઓ વિવિધ સંસ્થાના આગેવાનો કેમ્પર ઓફ કોમર્સ ના આગેવાનો તેમજ વિશ્વ હિન્દુ પરિષદની ટીમ તેમજ વિવિધ સંસ્થાઓના આગેવાનો તેમના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર સહિત ના લોકો એ ખાસ વિશેષ હાજરી આપેલ
રાજુલા લોહાણા સમાજ દ્વારા આ પ્રથમ કાર્યક્રમ હોય ત્યારે ભવ્યથી ભવ્ય રીતે અને સૌથી વધારે વધારે લોહી એકત્રિત થાય તે માટે પ્રયાસ કરવામાં આવેલા ત્યારે આ બ્લડ શબ્દોનેશન કેમ્પમાં અમરેલી શાંતા બા મેડિકલ કોલેજ દ્વારા પોતાની વિશેષ સેવા આપવામાં આવેલી અંતમાં આ કાર્યક્રમમાં 77 જેટલી લોહીની બોટલ એકત્રિત થયું હોવાનું જાણવા મળેલ છે ત્યારે આ કાર્યક્રમમાં બ્લડ દેવા આવનાર તમામ લોકોને પ્રમાણપત્ર એક ગિફ્ટ સાથે સાથે ઠંડા પાણી શરબત ગ્લુકોઝ અને આ વાડી ખાતે એર કન્ડિશન હોલમાં આ કાર્યક્રમ રાખવામાં આવેલો અને કાર્યક્રમ ના અંત માં ભોજન સમારંભ નું પણ આયોજન કરવામાં આવેલું

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!