આણંદ રાહુલ ગાંધી 26 તારીખે આણંદ આવશે નવનિયુક્ત જિલ્લા પ્રમુખો સાથે મુલાકાત કરશે.

આણંદ રાહુલ ગાંધી 26 તારીખે આણંદ આવશે નવનિયુક્ત જિલ્લા પ્રમુખો સાથે મુલાકાત કરશે.
તાહિર મેમણ – 23/07/2025 – રાહુલ ગાંધી ફરી ગુજરાતની મુલાકાતે આવશે. સંગઠન સૃજન અભિયાનની ગુજરાતથી શરૂઆત કર્યા બાદ ગુજરાતમાં સંગઠનની રચના પૂર્ણ થઈ ચૂકી છે. રાહુલ ગાંધી 26મી તારીખે ગુજરાત આવશે. આણંદમાં 26થી 28 જુલાઈ સુધી યોજાનારા કોંગ્રેસના કાર્યક્રમમાં નવનિયુક્ત જિલ્લા પ્રમુખો સાથે મુલાકાત કરી રાજનીતિના પાઠ ભણાવશે.
ગુજરાતના નવનિયુક્ત જિલ્લા પ્રમુખોને નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવશે.આ પહેલાં રાહુલ ગાંધી 7-8 માર્ચ અને ત્યાર બાદ તેઓ 8-9 એપ્રિલે યોજાયેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં ગુજરાત આવ્યા હતા. તેમજ અધિવેશન બાદ 16 એપ્રિલે મોડાસા આવ્યા હતા.જ્યાં તેમણે 1200 કાર્યકરોને સંબોધન કર્યું હતું. હવે તેઓ 26થી 28 જુલાઈ, 2025ના રોજ ગુજરાતની મુલાકાત લેશે. આમ તેઓ 4 મહિનામાં ચોથીવાર ગુજરાત આવશે.
નવા ચહેરાઓને પ્રતિનિધિત્વની માત્ર વાતો, વાસ્તવિકતા જુદી
17 જુલાઈના રોજ અમિત ચાવડાની પ્રદેશ પ્રમુખ તરીકે જાહેરાત કરવામાં આવી છે. 30 વર્ષથી સત્તામાં આવવા માટે સંઘર્ષ કરી રહેલી કોંગ્રેસે ફરી જૂના ચહેરા જ મેદાનમાં ઉતાર્યા છે. રાહુલ ગાંધી સતત નવા ચહેરાઓને પ્રતિનિધિત્વ આપવાની વાતો કરતા રહે છે. 2027 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાની ચેલેન્જ આપ્યા બાદ રાહુલ ગાંધી અને કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગુજરાત કોંગ્રેસમાં રહેલા લગ્ન અને રેસના ઘોડાને અલગ તારવવા માટે રાહુલ સતત પ્રયાસો કરી રહ્યા છે.





