ANANDANAND CITY / TALUKO

આણંદ ભાદરણ જવાહર નવોદય વિદ્યાલય ખાતે ફૂટબોલ ફોર સ્કુલ કાર્યક્રમ યોજાયો

આણંદ ભાદરણ જવાહર નવોદય વિદ્યાલય ખાતે ફૂટબોલ ફોર સ્કુલ કાર્યક્રમ યોજાયો

તાહિર મેમણ : આણંદ – 02/02/2024 – આણંદ, શુક્રવાર :: ફીફા દ્વારા ફૂટબોલ ફોર સ્કૂલ (F4S) પ્રોગ્રામ અંતર્ગત સમગ્ર ભારત દેશમાં ફુટબોલ ફોર સ્કૂલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાકક્ષાની નોડલ સ્કૂલ દ્વારા જિલ્લામાં આવેલી વિવિધ શાળાઓમાં ફૂટબોલની વહેંચણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત દેશભરની ૧.૫૦ લાખ શાળાઓને ૧૧ લાખથી વધારે ફૂટબોલની વહેંચણી કરવામાં આવી હતી.

 

જે અન્વયે આણંદમાં જિલ્લા પંચાયત પ્રમુખ ના અધ્યક્ષસ્થાને પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય,ભાદરણ ખાતે ફૂટબોલ ફોર સ્કુલ (F4S) કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત વિદ્યાલયમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધન કરવામાં આવ્યું હતુ. મહાનુભાવોના હસ્તે જિલ્લાની અંદાજીત ૫૦ શાળામાંથી આવેલા શિક્ષક અને વિદ્યાર્થીઓને ફૂટબોલની વહેંચણી કરવામાં આવી હતી અને ત્યારબાદ ફૂટબોલ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

આ કાર્યક્રમમાં આણંદ જિલ્લા રમત-ગમત અધિકારી, આણંદ જિલ્લા ફૂટબોલ ફેડરેશનના પ્રમુખ અને સેક્રેટરી, જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણના આચાર્યશ્રી, ઉપઆચાર્યશ્રી, તમામ શિક્ષકગણ અને જિલ્લાની વિવિધ શાળાઓના શિક્ષકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!