આણંદ બેંક ઓફ બરોડા દ્વારા સામરખા ખાતે બેન્કીંગ માર્ગદર્શક શિબિર યોજાઈ

0
589
વાત્સલ્યમ્ સમાચાર

આણંદ બેંક ઓફ બરોડા દ્વારા સામરખા ખાતે બેન્કીંગ માર્ગદર્શક શિબિર યોજાઈ

 

IMG 20231109 WA02461

તાહિર મેમણ : ડેડીયાપાડા – આણંદ, ગુરૂવાર :: નાગરિકોને બેંકની વિવિધ યોજનાની જાણકારી મળી રહે તેમજ બેન્કીંગ સિસ્ટમથી અવગત થાય તેવા હેતુથી આણંદ જિલ્લા લીડ બેંક – બેંક ઓફ બરોડા દ્વારા સામરખા ખાતે બેન્કીંગ માર્ગદર્શક શિબિર યોજાઈ હતી.

 

આ શિબિરમાં આણંદ જિલ્લાના લીડ બેંક મેનેજર અભિષેક પરમારે બેંક ઓફ બરોડાની વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી.

 

આ પ્રસંગે બેંક ઓફ બરોડાના સંયુક્ત ઉપક્રમે ચાલતા આત્મનિર્ભર તાલીમ કેન્દ્ર, વલાસણના નિયામકશ્રી મકવાણા તથા NPCI ના ટ્રેનર ઋત્વિક ભાવસારએ DBT, NEFT, RTGS, ECS, IMPS, PFMS, UPI અને કાર્ડ મારફતે નાણાકીય લેવડ દેવડ દરમિયાન રાખવાની કાળજી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેંકના અધિકારીઓએ ગ્રામજનોને ઘર ઘર કે.સી.સી. અભિયાનનો ખેડૂતો/પશુપાલકોને વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

 

આ શિબિરમાં બેંક ઓફ બરોડા ગામડીના બ્રાન્ચ મેનેજર પંકજભાઈ પરમાર, સામરખા SBI બેંકના બ્રાન્ચ મેનેજર અનિતા કુમારી, બેંક ઓફ ઇન્ડિયા સામરખા મેનેજરના પ્રતિનિધિ, અગ્રણી બી. યુ. પરમાર, ગામના યુવાનો, દૂધ મંડળીના સભાસદો/પશુપાલકો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews