અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્રભાઇ પટેલ
બાયડ : આકડિયા ગામે રામદેવજી મંદિરની ફોટો પ્રતિષ્ઠા કરાઇ: મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
બાયડ તાલુકાના જુના આકડીયા(ડેમાઈ) ગામે રામદેવજી મંદિરની ફોટો પ્રતિષ્ઠા કરાઇ.સમસ્ત જૂના આકડીયા ગામ દ્વારા નવ નિર્મિત રામદેવજી મંદિર ની વૈદિક મંત્રોચ્ચાર સાથે ફોટો પ્રતિષ્ઠા કરાઇરામદેવજી આખ્યાન મંડળ જૂના આકડિયા દ્વારા આયોજિત આ કાર્યક્રમ માં સતત ત્રણ દિવસ આખ્યાન ઉત્સવ કરાયો હતો. મંદિરની ફોટો પ્રતિષ્ઠા પહેલા ડી.જે ના તાલ સાથે જુના આકડીયા, નવા આકડીયા રાયણ ના મુવાડા સહિત વિસ્તારમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી ત્યાર બાદ બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ફોટો પ્રતિષ્ઠા કરાઇ હતી.રામદેવજી આખ્યાન મંડળ જૂના આકડિયા દ્વારા આયોજિત ફોટો પ્રતિષ્ઠા બાદ મહા પ્રસાદ નું સુંદર આયોજન કરાયું હતું મોટી સંખ્યામાં પંથકના શ્રદ્ધાળુઓ દર્શન કરી મહાપ્રસાદ નો લાભ લીધો હતો