ARAVALLIMODASA

ભયંકર અકસ્માત – રણાસણ હાથરોલ પાસે રિક્ષા અને કાર વચે અકસ્માત 3 મહિલાઓના મોત, મૃતકો મોડાસા લિંભોઇ ગામના હોવાની માહિતી – 2 લોકોને ગંભીર ઇજાઓ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

ભયંકર અકસ્માત – રણાસણ હાથરોલ પાસે રિક્ષા અને કાર વચે અકસ્માત 3 મહિલાઓના મોત, મૃતકો મોડાસા લિંભોઇ ગામના હોવાની માહિતી – 2 લોકોને ગંભીર ઇજાઓ

હિંમતનગરના હાથરોલ નજીક ગાંભોઈ-રણાસણ સ્ટેટ હાઈવે પર ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રિક્ષામાં સવાર ત્રણ મહિલા મુસાફરોના કરુણ મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોમાં મોડાસા તાલુકાના લીભોઈ ગામ સહિતની મહિલાઓનો સમાવેશ થાય છે

પ્રાથમિક માહિતી મુજબ રિક્ષા ટર્ન લઈ રહી હતી ત્યારે પાછળથી આવી રહેલી કાર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષામાં સવાર ત્રણ મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા.અકસ્માતમાં કાર ચાલક સહિત બે લોકોને ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ગાંભોઈ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે અકસ્માતના કારણો અંગે તપાસ શરૂ કરી છે. ઘટનાને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!