અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
રાજ્ય યોગ બોર્ડ દ્વારા સંયુક્ત રીતે “હર ઘર ધ્યાન ” કાર્યક્રમ નું આયોજન અરવલ્લી જિલ્લામાં ઉમિયા માતાજી મંદિર મોડાસા ખાતે કરવામાં આવ્યું
ભારત સરકાર નાં સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આર્ટ ઓફ લિવિંગ સંસ્થા સાથે હર ઘર ધ્યાન કાર્યક્રમ બાબતે જોડાણ કરવામાં આવેલ છે, જેના ભાગરૂપે ગુજરાત સરકાર ના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સંયુક્ત રીતે “હર ઘર ધ્યાન ” કાર્યક્રમ નું આયોજન અરવલ્લી જિલ્લામાં ઉમિયા માતાજી મંદિર મોડાસા ખાતે કરવામાં આવ્યું. જેમાં જિલ્લાના રમત ગમત અધિકારીશ્રી માન.પ્રકાશભાઈ ના માર્ગદર્શન હેઠળ જિલ્લા યોગ.કો ઓર્ડીનેટર પાયલબેન સાથે સંકલન માં રહી ધ્યાન યોગ કાર્યક્રમ નું સુંદર આયોજન કરાયું. જેમાં મુખ્ય મહેમાન તરીકે માન. જયેન્દ્ર ભાઈ મકવાણા જેઓ જિલ્લા યોગ કોચ અને મહામહિમ રાજ્યપાલ શ્રી દ્વારા એવોર્ડ થી સન્માનિત છે તેમના દ્વારા યોગ શિબિર નું સુંદર સંચાલન કરવામાં આવ્યું. ત્યાર બાદ આર્ટ ઓફ લિવિંગ નાં ટ્રેનર માન. જયભાઈ ચૌધરી દ્વારા ધ્યાન નો વિશેષ કાર્યક્રમ પ્રસ્તુત થયો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન મોડાસા નગર માંથી મોટી સંખ્યા માં યોગી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.જેમાં ડૉ. ગોવિંદભાઈ પટેલ, ડૉ.મણીભાઈ, ડૉ.હરિભાઈ, શ્રી શૈલેષભાઈ પટેલ અને અન્ય ગણી સંસ્થાઓ માંથી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં, સદર કાર્યક્રમ માં જિલ્લા નાં યોગ કોચ શ્રી રાજેશભાઈ પટેલ , શ્રી રમેશસિંહ ઝાલા, શ્રી શકુંતલાબેન લેઉવા, શ્રી પંકજભાઈ શર્મા, શ્રી બદાજી નિનામા , શ્રી સુનિલભાઈ વાળંદ વેગેરે એ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળતા માટે ખૂબ સેવા કરી હતી. અંતે જિલ્લા નાં યોગ કોચ હિતેન્દ્રભાઈ પંચાલ દ્વારા આભારવિધિ કરવામાં આવી અને સૌ યોગી ભાઈ બહેનો ને અમૃતરસ નું પાન કરાવવામાં આવ્યું. સૌ નગર જનોએ આ સફળ કાર્યક્રમ માટે આયોજકોને બિરદાવ્યા હતા.