અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના બાંઠીવાડા ગામે હોળીના દિવસે નહી પરંતુ ધૂળેટી ના દિવસે પ્રગટાવાય છે હોળી
અરવલ્લી જીલ્લા ના મેઘરજ તાલુકાના બાંઠીવાડા ગામે હોળી હોળીના દિવસે નહી પરંતુ ધૂળેટી ના દિવસે સૂર્ય ની સાક્ષી માં સવારના વીસ હાજર જેટલી માનવમેદની વચ્ચે સવારે આઠ થી અગિયાર કલાક સુધીમાં વિધીપુજન બાદ પ્રગટાવવા માં આવે છે તે દરમિયાન હજારો નાળિયેરો ધાણી ચણા હોમાય છે અને ક્ષણવાર માં પ્રણાલી મુજબ માનવમેદની પરત ફરી ઘર તરફ રવાના થઈ જાય છે.
મેઘરજ તાલુકાના બાંઠીવાડા ના અગિયાર મુવાડાના ગામ ક્ષત્રીય સમાજ હોળીના તહેવાર નિમિત્તે દસેક દિવસ પહેલાં થી અવનવા ઢોલ બંધાવી રોજ રાત્રી દરમિયાન ઢોલ વગાડતા હોય છે જયારે હોળી ની રાત્રે આખી રાત પોતાના મુવાડાના વિસ્તારોમાં ઢોલ વગાડી આનંદ માણતા હોય છે અને ધૂળેટી ના સવારે આઠ કલાક પોતાના મકાનના બારણા ખુલ્લા મુકી ઘેર રમતા રમતા નાના મોટા યુવાનો મહિલાઓ વૃધો અવનવા વસ્ત્રો પહેરી મોટા દાળિયા લઇ એકજ સ્થળે ભેગાથાય છે અને મુવાડા મુજબ બે ત્રણ ઘેર રમતા હોય છે તે દરમિયાન ઢોલ અને દાંડિયા સિવાય કોઈ પણ જાતનું હથિયાર લાવતા નથી અને વીસ હાજર ઉપરાંત માનવમેદની હોળી સ્થળે એકઠી થાય તે દરમિયાન હોળી માતા ની પૂજા અર્ચના ગામના મુખી અમૃતલાલ ભેમાભાઈ ઠાકોર તેમજ રાયચંદભાઈ રતુભાઈ ડામોર સામાજિક કાર્યકર, ભીખાજી દુધાજી ડામોર,રુમાલજી રત્નજી ડામોર સરપંચ જેવા ગામના અનેક અગ્રણીઓ મળી વિધિ પૂજન બાદ અગિયાર કલાક સૂર્યની સાક્ષી એ હોળી-ધૂળેટી ના દિવસે પ્રગટાવવા માં આવે છે તે દરમીયાન હજારો નાળિયેરો હોમાય છે અને હાથ માં પાણીના લોટા ધાણી-ચાણા લઇ હોડીના ફેર ફરવામાં આવેછે અને આગામી હોળી ના વધામણા કરતા હોય છે હોળી ના વચ્ચે સો ફૂટ ની ઉંચાઈએ ધજા મુકાવામાં આવેછે એ લેવામાટે ગ્રામજનો પડાપડી કરતા હોય છે ધજા જેના હાથમાં આવે તેના ઘરે પારણું બંધાય તેવી માન્યતા રહેલી છે તેમજ હોળી દહન ની વચ્ચે પાણીના ગાગર આગામી વર્ષ ના અષાઢ,શ્રાવણ,ભાદરવો, અને આસો માસના ચાર માટીના લાડુ મુકવામાં આવે છે. તે હોળી પ્રગટ્યા બાદ કેટલા ભીજાય છે તે ઉપરથી આગામી ચોમાસું કેવું રહેશે તે ફલિત થાય છે .
આ હોળી માં વીસ હાજર માનવમેદની હોળી દર્શન બાદ મેદની ક્ષણવાર માં હોળી નું સ્થળ ખાલી થઇ જાય છે.અને પોતા ના ઘર તરફ જવા નીકળી જાય છે. આસમયે કોઈપણ વ્યક્તિ પોતાની સાથે તલવાર ભલા છરી કટાર કે કડીવાળી લાકડી ગોમતી ધારિયું કુહાડી ફરશી તેમજ લોખંડ ના સળિયા કે ચેનજેવા હથિયારો લાવનાર ને નિયમો નો ભંગ કરનાર ને સ્થળ ઉપર રૂ/-૫૦૧/- દંડ પેટે લેવામાં આવેછે તેમજ હોળી પવિત્ર તહેવાર પ્રસંગે ઘરેથી નીકળી હોળી સંપન થાય ત્યાં સુધી કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ જાય તેવું કરશે તેના પણ રૂ ૧૦૦૧/- દંડ પેટે વસુલ કરવામાં આવે છે.