ARAVALLIMEGHRAJMODASA

મેઘરજ –  માછલીઓના મોતનો મામલો , ત્રણ દિવસ સુધી માછલીઓ અને જીવજંતુ પાણીમાં મૃત્યુ પામ્યા – પોલીસ સિવાય કોઈ અધિકારી કે તંત્ર ફરક્યું નહીં ,

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજ –  માછલીઓના મોતનો મામલો , ત્રણ દિવસ સુધી માછલીઓ અને જીવજંતુ પાણીમાં મૃત્યુ પામ્યા – પોલીસ સિવાય કોઈ અધિકારી કે તંત્ર ફરક્યું નહીં

મેઘરજ તાલુકાના ડામોરઢૂંઢા ગામે આઠ દિવસ પહેલા ગામના તળવામાં માછલીઓ તેમજ જીવજંતુના મૃત્યુ થયાની ઘટના ગ્રામજનો ને થઈ હતી અને મૃત્યુ પામેલ માછલીઓ તેમજ જીવજંતુના વિડિઓ તમેજ સોશિયલ મીડિયામાં ઘટના ને લઈ અહેવાલો પ્રસિદ્ધ થયા છતાં જવાબદાર તંત્ર ધ્વારા કોઇપણ તપાસ કે કાર્યવાહી ન થતા હવે તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે

બીજી તરફ ડામોર ઢૂંઢા ગામના સરપંચ પાસેથી માહિતી મેળવતા જાણવા મળ્યું હતું કે ઘટના ને લઈ મેઘરજ પોલીસ ના કર્મચારીઓ માત્ર સ્થળ પર આવ્યા હતા અન્ય કોઈક અધિકારીઓ કે પછી આરોગ્યની ટીમ કે કોઈપણ આવ્યું ન હતું. તળવા પાણીનું સેમ્પલ પણ લેવામાં આવ્યું નથી અને આ જે થયું તે ખોટું કહેવાય કેમ કે કોઈ તંત્રએ ગંભીરતા દાખવી નહીં અને ત્રણ દિવસ સુધી તળાવમાં માછલીઓ અને જીવજંતુઓ મૃત્યુ પામ્યા છે. ત્યારે કહી શકાય કે અધિકારીઓ અને જવાબદાર તંત્રની માનવતા પણ મરી પડી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે ત્યારે હવે ગ્રામજનો માં એક જ સવાલ છે કે ખરેખર માછલીઓ ના મોત ક્યા કારણે થયા તેનું કારણ કે તપાસ હજુ કેમ ના થઈ અને જો મોટી ઘટના બની હોત તો જવાબદાર કોણ..? હાલ તો તપાસને નામે કોઈક જ કાર્યવાહી કરવામાં આવી નથી તે માહિતી સામે આવી હતી

Back to top button
error: Content is protected !!