અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : શ્રી એન યુ બિહોલા પી વી એમ હાઈસ્કૂલ ઇસરી ખાતે GSQAC અંતર્ગત સ્કૂલ એક્રેડીટેશન કાર્યક્રમ યોજાયો
GSQAC અંતર્ગત સ્કૂલ એક્રેડીટેશન કાર્યક્ર્મ(ગુણોત્સવ 2.0) નું તારીખ 18/1/2023 અને 19/1/2023ના રોજ શ્રી એન યુ બિહોલા પી વી એમ હાઈસ્કૂલ ઇસરી ખાતે આયોજન કરવામાં આવ્યું.હતું જેમાં મૂલ્યાંકનકાર તરીકે શ્રી દશરથ ભાઈ નિનામા (એજ્યુકેશનઇન્સ્પેકટરશ્રી ,,ક્લાસ-2),શ્રી સમીરભાઈ પટેલ (પ્રિન્સિપાલશ્રી -ક્લાસ 2) અને શ્રી કેતન ભાઈ પટેલ (મદદનીશ કેળવણી નિરીક્ષક) ઉપસ્થિત રહ્યા હતા.જેમાં બે દિવસ દરમિયાન શાળામાં પ્રાર્થના સભાના આયોજન ને લઇ તમામ શૈક્ષણિક પાસાઓ નું સચોટ પૂર્વક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું વધુમાં સી એ ના તાસમાં સમીરભાઈ પટેલ (પ્રિન્સિપાલશ્રી -ક્લાસ 2) દ્વારા વિધાર્થીઓ સાથે સુમેળ સાધી GK IQ અંતર્ગત પ્રશ્નોતરી કરી વિધાર્થીઓ ને પ્રોત્સાહન આપ્યું હતું. ઉપરાંત શાળાની વિવિધ પ્રવુતિઓ તેમજ અટલ ટીન્કરિંગ લેબ નું પર નિરીક્ષણ કર્યું હતું અને શાળામાં બે દિવસ દરમિયાન વિધાર્થીઓ અને શિક્ષકો સાથે વાર્તા કર્યો હતો મૂલ્યાંકનકાર અધિકારીશ્રીઓએ ગુણોત્સવ 2.0 ની સાથે સાથે શાળાની શૈક્ષણિક અને વહીવટી બાબતોનું પણ ઇન્સ્પેક્શન કરી શાળા પરિવાર ને જરૂરી સૂચન અને ઉત્તમ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમગ્ર કામગીરી હેઠળ શાળાના પ્રિન્સિપાલ કમલેશભાઈ પંચાલ એ મૂલ્યાંકનકાર અધિકારીશ્રીઓનો તેમજ શાળા પરિવાર નો આભાર વ્યક્ત કર્યો હતો