અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : પવિત્ર હોળીના તહેવાર પછી રંગપંચમીના દિવસે ભરાશે ચાડિયાનો લોક મેળો, ચાડિયાના મેળાનું અનેરું મહત્વ
આ પવિત્ર હોળી બાદ રંગપંચમી ના દીવસે આ બાર મુવાડા નો ચાડીયાનો મેળો ભરાયછે. તે દરમિયાન દારૂ બંધી નો અમલ કરવામાં આવે છે.આ ચાડિયાના મેળામાં ચાડિયાનું લાકડનુ પુતળું બનાવી ૧૦૦ ફૂટ ઉંચાઇ એ બાંધવામાં આવે છે.પછી ત્રણ જેટલા ચિકણા લાકડાં ના થાંભલા ઉપર જે ચઢીને ચાડિયાને ને લઈને આવે તેના ગરે પણ પાંરણા બંધાય તેવી માન્યતા રહેલી છે આ હોળી તેમજ ચાડિયાના મેળાને નિહાળવા માટે અરવલ્લી સાબરકાંઠા,રાજસ્થાન, મહીસાગર તેમજ અમદાવાદ થી સંખ્યા બંધ લોકો નિહાળવા માટે આવે છે.આ બાઠીવાડાની હોળી ઢોલ નૃત્યક્ષત્રીય સમાજ ને જીલ્લા તેમજ રાજ્યમાં પણ ભાગ લીધેલ છે અને મુખ્યમંત્રીશ્રી ના પ્રોગ્રામ સમયે હોળીનૃત્ય નિહાળવામાં આવેછે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મેઘરજ પોલીસ સ્ટેશન નો પી.એસ.આઈ સહીત નો સ્ટાફ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહે છે તાલુકામાં સાતમ સુધી ચાડીયાનો મેળા ભરાય છે અને આ મેળામાં ઢોલ,દાંડિયા અને લેઝીમ સાથે ગેર રમાય છે આમ મેઘરજ તાલુકામાં આજે પણ સાત દિવસ સુધી હોળી, ધૂળેટી નો તહેવાર મનાવવા માં બક્ષીપંચ જ્ઞાતિ અને આદિવાસી ની ૬૬ ટકા વસ્તી ધરાવતો મેઘરજ તાલુકો અને આ જ્ઞાતિ માં અનેરો લ્હાવો છે