અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં કરા સાથે મોડાસા, મેઘરજ તાલુકામાં કમોસમી વરસાદ, ઘઉં સહીત અનેક પાકને વ્યાપક નુકશાન થવાની ભીતિ
હવામાન વિભાગ દ્વારા અરવલ્લી જિલ્લા સહિત અનેક જિલ્લાઓમાં વરસાદી વાતાવરણની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે અચાનક જ અરવલ્લી જિલ્લાની અંદર બપોરના સમયે બાદ અચાનક વાદળછાયુ વાતાવરણ હતું અને હવામાનમાં બદલાવ જોવા મળ્યો હતો સાથે વધુમાં હવામાનના બદલાવ સાથે વરસાદી માવઠું પડ્યું હતું જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર તેમજ મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર વરસાદી સાથે બરફ વર્ષા પણ થઈ હતી ત્યારે ખાસ કરીને કહી શકાય કે વરસાદના કારણે હાલતો ખેડૂત ઉપર આફત આવી પહોંચી છે ત્યારે આજે કમોસમી વરસાદ થતા જેના કારણે અરવલ્લી જિલ્લાની અંદર ઘઉં બટાકા સહિત અનેક પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે જે જગતનો તાત છે તે વરસાદના કારણે હાલ તો ચિંતાતુર બન્યો છે જો હજુ પણ વધુ વરસાદ પડશે તો પાકને વધુ પ્રમાણ માં નુકશાન થશે