
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ વિભાગ દ્વારા ડાંગ જિલ્લામાં વીજ ચોરી કરનારાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી. ગુરુવારનાં રોજ સવારે 5 વાગ્યાથી વલસાડ વીજ વર્તુળ કચેરીની 14 જેટલી વિજિલન્સ ટીમોએ આહવા પે. વી. કચેરીના ચિંચલી અને સુબીર તાલુકાનાં પીપલદહાડ વિસ્તારમાં ત્રાટકી હતી.આ દરોડામાં 23 જેટલા ગ્રાહકોને વીજ ચોરી કરતા ઝડપી પાડવામાં આવ્યા હતા.ત્યારે તેમના વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા છે.અને કુલ રૂ. 2.30 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ કાર્યવાહીને પગલે વીજ ચોરી કરતા ગ્રાહકોમાં ફફડાટ ફેલાયો છે.આગામી દિવસોમાં પણ આવી જ કાર્યવાહી ચાલુ રહેશે એવુ વીજ કંપનીનાં અધિકારીઓ પાસેથી જાણવા મળેલ છે..





