AHAVADANGGUJARAT

આહવાનાં બંને પેટ્રોલ પંપ પર પેટ્રોલનો જથ્થો ઘટી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં આહવા નગર ખાતે આવેલ બંને પેટ્રોલ પંપ પર ગત રવિવારનાં રાત્રીનાં અરસાથી અચાનક પેટ્રોલનો જથ્થો ઘટી જતા વાહન ચાલકો અને પ્રવાસીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.જિલ્લાનાં વહીવટી મથક આહવા નગર ખાતે બે જેટલા પેટ્રોલ પંપ આવેલ છે.જ્યાં આહવાના અને આસપાસના ગામના તથા પ્રવાસીઓ પોતાના વાહનમાં પેટ્રોલ પુરાવા માટે આવતા હોય છે.પરંતુ સમયસર સ્ટોક ન  કરવામાં આવતા અવારનવાર પેટ્રોલ પંપ પર પેટ્રોલનો જથ્થો ઘટી જતો હોય છે.અમુક વખતે પેટ્રોલ પંપનાં મશીનો પણ ખોટકાઈ જાય છે.ત્યારે ગત રવિવારની રાત્રિએ પણ પેટ્રોલનો જથ્થો ઘટી ગયો હતો. તેમજ રવિવારના રોજ મોટાભાગે લોકો ફરવા નીકળેલા હોય છે.જેના કારણે પેટ્રોલનો વધારે ઉપયોગ થતો હોય છે. ત્યારે રાત્રિના સમયે આહવા નગરના બંને પેટ્રોલ પંપ પર પેટ્રોલનો જથ્થો ઘટી ગયો હતો.વધુમાં સોમવારે પબ્લિક ડે હોય જેથી દૂર દૂરથી આમજનતા પ્રાઇવેટ વાહનો લઈ વહીવટી મથકે આહવા ખાતે કામનાં અર્થે આવી હતી.પરંતુ સોમવારે પણ દિવસ દરમ્યાન બન્ને પંપ પર પેટ્રોલનો જથ્થો ન મળતા વાહનચાલકો નિરાશ થયા હતા.તેમજ બન્ને પેટ્રોલ પંપ પર પેટ્રોલ ન મળતા છૂટક પેટ્રોલનું વેચાણ કરતા ધંધાર્થીઓએ વાહનચાલકો પાસે લૂંટ ચલાવી હતી.જેના કારણે વાહન ચાલકો પરેશાન તો થયા જ પરંતુ ભારે હાલાકી ભોગવી માથે હાથ દેવાનો વારો આવ્યો હતો.જોકે આ પ્રકારની ઘટના આહવામાં અવારનવાર થતી હોય છે અને વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.આહવા નગરમાં એક પંપ માલિકીનું છે.જ્યારે બીજુ પંપ કંપની હસ્તક ચાલી રહ્યુ છે.તેવામાં બન્ને પેટ્રોલ પંપનાં સંચાલકોની બેદરકારીનાં પગલે વાહનચાલકોને દર વખતે નોબત ભોગવવી પડે છે.ત્યારે આ બાબતે ડાંગ વહીવટી તંત્ર યોગ્ય પગલા ભરી કાયમી ઉકેલ લાવે તે જરૂરી બની ગયુ છે..

[wptube id="1252022"]
Back to top button