આણંદ જિલ્લાના 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સોજિત્રા ખાતે થશે

આણંદ જિલ્લાના 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સોજિત્રા ખાતે થશે
તાહિર મેમણ – આણંદ – 02/08/2025 – આણંદ જિલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સોજીત્રા તાલુક મથકે એમ.એમ.હાઇસ્કુલ ખાતે યોજાશે. આ ઉજવણીના સંદર્ભમાં જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ સંકલન સમિતિના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
બેઠકમાં કલેક્ટર ચૌધરીએ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સુચારૂ રીતે થાય તે માટે અધિકારીઓને ઉત્કૃષ્ટ કામગીરી કરવા જણાવ્યું હતું. તેમણે રોડ, રસ્તા, પીવાનું પાણી તથા રાષ્ટ્રીય પર્વના અનુરૂપ કરવાની થતી કામગીરી અંગે સંબંધિત અધિકારી-કર્મચારીઓને માર્ગદર્શક સૂચનો આપ્યા હતા.
આ મહત્વપૂર્ણ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેક્ટર આર.એસ.દેસાઈ સહિતના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો




