તારીખ ૧૩/૯/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગર પાલિકા હોલ ખાતે ભારતના રાષ્ટ્રપતિ દ્રુપદી મૂરમું ના દ્વારા લોન્ચ થનાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.મહેમાનોનું શબ્દોથી સ્વાગત ડો.મીનેશ દોશી ટી.એચ.ઓ.કાલોલે કર્યું હતું.સમારંભના અધ્યક્ષ તરીકે પ્રમુખ જયદેવસિંહ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.અન્ય મહાનુભવોમાં ઉપ પ્રમુખ વિજયસિંહ,ટીનાભાઈ એપીએમસી ડિરેક્ટર, ડો.બી.કે.પટેલ ઈ. એમ.ઓ.ગોધરા, રાજેન્દ્ર જોશી નરેન્દ્રભાઈ મોદી વિચાર મંચ તથા લાભાર્થીઓ અને અનેક લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.કાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ જયદેવસિંહ ઠાકોર એ પ્રસંગને અનુરૂપ ઉદબોધન કર્યું હતું જેમાં લાભાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ રાષ્ટ્રપતિ દ્વારા ઉદબોધન કરવામાં આવ્યું હતું.સમગ્ર દેશમાં આયુષમાન ભવ:અંતર્ગત સેવા પખવાડિયામાં આયુષ્યમાંન આપકે દ્વાર,આયુષમાન આરોગ્યમેળા,ગ્રામસભા,અંગદાન પ્રતિજ્ઞા,રક્તદાન મહાદાન વિશેની સમજ આપી હતી.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જગદીશભાઈ મકવાણા એ કર્યું હતું