BANASKANTHAPALANPUR

જી.ડી. મોદી કોલેજ ઓફ આર્ટસ, પાલનપુરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી.

જી.ડી. મોદી કોલેજ ઓફ આર્ટસ પાલનપુરમાં 75 માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળના પ્રેસિડેન્ટ મિસ્ટર વિપુલકુમાર મોદી સર તેમજ મંડળના મંત્રીશ્રીઓ, સંકુલના ડાયરેક્ટર શ્રી અને પ્રિન્સિપાલશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રેસિડેન્ટ મિસ્ટર વિપુલકુમાર મોદીસરે પ્રિન્સિપલ મેજર એસ.જી ચૌહાણ સરની ઉપસ્થિતિમાં ધ્વજ વંદન કરી, ભારતના સંવિધાનના પિતા ડૉ. ભીમ રાવ આંબેડકર તેમજ વીર જવાનો ને યાદ કરી વિદ્યાર્થીઓને આ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટસનો સ્ટાફ પરિવાર ,NCC અને NSS ના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઈ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button