BANASKANTHAKANKREJ

થરા શ્રી જલારામ મંદિરે ભાજપા બ.કાં.જિલ્લા અને અનુસૂચિત જાતિ મોરચો દ્વારા બૃહદ કારોબારી યોજાઈ

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા શ્રીજલારામ મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા પ્રદેશ અધ્યક્ષ ગૌતમભાઈ ગેડિયા, બ.કાં.જિલ્લા અધ્યક્ષ કિર્તીસિંહ વાઘેલા,પ્રદેશ મહામંત્રી દેવેનભાઈ વર્મા,ભાજપ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ અશ્વિનભાઈ સકસેના,પ્રદેશ ઉપાધ્યક્ષ રમેશભાઈ જાખેસરા, વિજયભાઈ ચક્રવર્તી,કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ,થરા નગરપાલિકા પ્રમુખ એવમ થરા સ્ટેટમાજી રાજવી પૃથ્વીરાજસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ યોજાઈ હતી.વંદે માતરમના ગાન બાદ ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી બેઠકને ખુલ્લી મૂકી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યારે પ્રાસંગિક પ્રવચન કરતા જિલ્લા ભાજપ પ્રમુખ અશ્ચિન સક્સેનાએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લા મોરચાનો અનુસૂચિત જાતિ મોરચો એ સમગ્ર જિલ્લાની અંદર ખૂબ સરસ કામ કરી રહ્યો છે.ત્યારે પરિચય બેઠક ત્યારબાદ દીપાવલી સ્નેહમિલન તથા થરાદ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સંવિધાનયાત્રા અને ડીસા ખાતે છઠ્ઠી ડિસેમ્બર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નિર્વાણ દિવસ ખુબ સરસ રીતે ઉજવ્યો આગામી ૨૦૨૪ ના વર્ષની લોકસભા ચૂંટણી સંદર્ભે મોરચાનો કાર્યકર્તા ઘરે ઘરે જઈ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને અનેક વિવિધ યોજનાનો લાભ મળેલ હોય તેવા લાભાર્થીનો સંપર્ક કરી અને માઈનસ બુથને પ્લસ કરવાનું કામગીરી હાથ ધરશે તેમજ પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ સારી રીતે પેનલ બોડીના હરોળમાં કામ કરે છે તે બદલ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન.બ.કાં.જિલ્લા પ્રમુખ કિર્તીસિંહ વાઘેલાએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચોએ ખુબ સરસ કામગીરી કરે છે અને આજે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓને ઉપસ્થિત થવા બદલ અનુસૂચિત જાતિ મોરચાની ટીમને અભિનંદન દેવીન વર્માએ મોરચાના વિવિધ કાર્યક્રમો વિશે અને પ્રધાનમંત્રી ના નેતૃત્વમાં સમગ્ર વાતાવરણ રામ મય હોય ત્યારે આપણે પણ સાથે જોડીએ તેવી વિનંતી કરી હતી.પ્રદેશ અધ્યક્ષ ગૌતમભાઈ ગેડીયા જણાવ્યું કે અનુસૂચિત જાતિ મોરચા આ બૃહદ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તાએ બુથ ની અંદર વધુ મહેનત કરી અને માઈનસ બુદ્ધને પ્લસ કરીએ તેમજ તેમને ૫૦૦ વર્ષ જૂની અનેકવિધ અનેક સંતો મહંતોના દાખલા આપી સંત રોહીદાસ હોય જીવણદાસજી હોય શહીદ વીર મેઘમાયા હોય આ બધા જ લોકોએ બલિદાન આપ્યા છે.સમાજની અંદર સુધારાનું કામ કર્યું છે એ પ્રમાણે આપણે પણ સમાજમાં સત્તાધારી પાર્ટી સાથે રહી અને સમાજનું કામ થાય અને સમાજનું વાતાવરણ ન ડહોળાઈ તેવા અનેક દાખલા આપી શિક્ષણની પ્રવૃત્તિમાં સૌ સાથે જોડાઈએ અનેકવિધ યોજનાઓના લાભ સમાજમાં હજુ વધુ પહોંચે તેના પ્રયાસો કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે કાંકરેજ મંડળના પ્રમુખ કરસનભાઈ,મહામંત્રી રામજીભાઈ,થરા મંડળના પ્રમુખ નરેશભાઈ,મહામંત્રી દિનેશભાઈ પરમાર સહિત મોરચાના પદાધી કારીઓ ઉપસ્થિતિ રહ્યાં હતા.
નટવર.કે.પ્રજાપતિ,થરા

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!