BANASKANTHADANTA

મોટાસડા હાઈ્કૂલ ખાતે 75 માં પ્રજાસત્તાક દિન પર્વની રંગભેર ઊજવણી કરવામાં આવી

જય શ્રી દ્વારકાધીશ સરસ્વતી વિદ્યાલય મોટાસડા ખાતે 75 માં પ્રજાસત્તાક દિન પર્વની રંગભેર ઉજવણી કરવામાં આવી. જેમાં ગામના સરપંચ શ્રી ,પૂર્વ સરપંચ શ્રી ઓ તેમજ વિશાળ સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી. ગામના ડેપ્યુટી સરપંચ શ્રી રાજેન્દ્રસિંહ બારડ ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. હાઈસ્કૂલ તથા પ્રાથમિક શાળાના બાળકોએ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો. શાળાના આચાર્યશ્રી તથા ડેપ્યુટી સરપંચ દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું. ગ્રામજનો દ્વારા સાયન્સ પ્રવાહ માટે મોટા પ્રમાણમાં દાનની જાહેરાત કરવામાં આવી. તેમજ બાળકોને પ્રોત્સાહિત કરવામા આવ્યા. રેવડી ના કાયમી દાતા શ્રી એમ બી સોલંકી સાહેબ દ્વારા રેવડી આપી મો મીઠું કરાવવામાં આવ્યું. પ્રોગ્રામ તૈયાર કરનાર માર્ગદર્શક શ્રીઓ, ધ્વજ વંદન કાર્યક્રમ સંભાળનાર શિક્ષક પંકજભાઈ પટેલ,હિસાબનીશ શ્રી અજીતસિંહ ગેલોત તેમજ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કરનાર શિક્ષક શ્રી દિપકભાઈ પ્રજાપતિ અને આ કાર્યક્રમને સફળ બનાવનાર સર્વે શાળા પરિવારને આચાર્યશ્રી ડી ટી રાઠોડ સાહેબે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા

Back to top button
error: Content is protected !!