BANASKANTHALAKHANI

લાખણી ની એસ કે ભૈદરૂ વિધાલયમાં ટ્રસ્ટ મા પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરાઈ

 

નારણ ગોહિલ લાખણી

આજે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસના પાવન પર્વ નિમિતે શ્રી વિવેકાનંદ વિદ્યાલય તથા શ્રી એસ.કે ભેદરું વિદ્યાલયમાં ઉજવણી કરવામાં આવી આજે લાખણી ગામના વહીવટદાર નરેશભાઈ ચૌધરી સાહેબ દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યુ તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં અને મહેમાનોમાં પ્રમુખશ્રી લાલજીભાઈ કે પટેલ તથા ભાવેશભાઈ ચૌધરી, જીવરાજ ભાઈ ચૌધરી, રાજાભાઈ ચૌધરી, અમુભાઇ ભીલ, નાનજીભાઈ ચૌધરી, સુરેશભાઈ ચૌધરી, તેજાભાઈ પટેલ, દલાભાઈ દેસાઈ તથા શાળાના આચાર્ય અને સ્ટાફ મિત્રોએ મોટી સંખ્યામાં હાજરી આપેલ… વાલીઓમાં ભાઈઓ અને વિશેષ બહેનો મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને સાંસ્કૃતિક કાર્યક્રમનું સરસ આયોજન કરવામાં આવેલું જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો જેમાં વ્યસનમુક્તિ કાર્યક્રમ અને સ્વચ્છ ભારતના કાર્યક્રમને લગતી કૃતિઓ રજૂ કરવામાં આવી તથા વહીવટદાર સાહેબ શ્રી નરેશભાઈ દ્વારા ત્રણ લાખના ફેવર બ્લોક ફાળવવામાં આવેલ .. તેમજ શાળાના વિકાસ માટે ઉપસ્થિત મહેમાનો તથા વાલીઓ દ્વારા દાન મળેલ તેમજ યુવા સાહિત્યકાર ગોવિંદભાઈ પ્રજાપતિ દ્વારા મહારાણા પ્રતાપની શૌર્ય ગાથા રજુ કરી કાર્યક્રમની શોભા વધારી તેમજ દિવ્યાંગ જગમાલભાઈનું વિશેષ સન્માન કરવામાં આવ્યું…. અને શાળામાં રાષ્ટ્રગાન અને નારાઓ દ્વારા દેશભક્તિમય વાતાવરણ ઊભું કર્યું…
સમગ્ર કાર્યક્રમનું આયોજન આચાર્યશ્રી વિનોદભાઈ ચૌધરી અને અરવિંદભાઈ દ્વારા કરવામાં આવ્યું તેમજ સર્વ સ્ટાફ સતિષભાઈ ચૌધરી,હિતેશભાઈ નાઈ, પટેલિયા વિકેશભાઈ, ભાવનાબેન, આશાબેન,શૈલેષભાઈ, કિરણભાઈ, અનિલભાઈ, હરેશભાઈ, નરેશભાઈ, મહેશભાઈ તેમજ અક્ષયભાઈ સરસ કામગીરી કરેલ તેમજ અંતે વાલીશ્રી કાંદળી રાજાભાઈ જેઠાભાઈ દ્વારા બાળકોને પૌષ્ટિક નાસ્તો આપી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી…..

Back to top button
error: Content is protected !!