BANASKANTHAPALANPUR

કાંકરેજ તાલુકાના રૂની ખાતે ત્રેવીસમાં તીર્થંકર પાર્શ્વનાથ પ્રભુને યાદ કરી ૨૩ માળના પક્ષીઘર નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

4 જાન્યુઆરી, વાત્સલ્યમ દૈનિક સમાચાર, સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

કાંકરેજ તાલુકાના રૂની ખાતે પ. પૂ.ગચ્છાઘિપતિ આ.ભ.શ્રી કલ્પજયસૂરીશ્વરજી મ.સા.ની પૂણ્યસ્મૃતિ સ્વરૂપે ત્રેવીસમાં તીર્થંકર પાર્શ્વનાથ પ્રભુને યાદ કરી રૂની ગામમાં પ.પૂજ્ય આ.ભ.શ્રી શીલરત્નસુરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી શાહ વિનોદકુમાર લહેરચંદભાઈ નકોડા ગ્રુપ પરિવાર દ્વારા ૨૩ માળના પક્ષીઘર તા.૦૪/૦૧/૨૦૨૩ ના ગુરૂવારના રોજ સવારે ખુલ્લુ મુકવામાં આવ્યુ હતું.ત્યારે માજી શિક્ષણમંત્રી તથા કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા,થરા સ્ટેટમાજી રાજવી તથા થરા નગરપાલિકા પ્રમુખ પ્રુથ્વીરાજસિંહ વાઘેલા, થરા શહેર ભાજપ પ્રમુખ તથા એ.પી.એમ.સી,થરા ના ડીરેક્ટર અનુભા કે.વાઘેલા સહિત આમંત્રિત મહેમાનો પઘારેલ. ગ્રામજનોએ વાજતે ગાજતે મ.સા.શ્રીનુ તથા સકલસંઘનુ સામૈયુ કરેલ.સમગ્ર કાયૅક્રમ ખૂબજ આનંદ ઉલ્લાસથી ઊજવાયો હતો.પઘારેલ મહેમાનોનું વિનોદલાલ લહેરચંદભાઈ પરિવાર નાકોડાગ્રૂપ દ્વારા શાલ-શ્રીફળ તથા માળા આપી સન્માન કર્યું જ્યારે ગ્રામજનોએ પક્ષીઘરના લાભાથીૅ પરિવારનુ સન્માન કર્યું હતું.આ અંગે નટવર.કે.પ્રજાપતિ એ જણાવ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!