6 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શ્વાન એક વફાદાર મિત્ર ગણવામાં આવે છે.આ શ્વાનોમાં અનેક નસલની અનેક ખાસિયતો જોવા મળે છે.આવા શ્વાનના પ્રશંસકો વર્ષોવર્ષ જાગૃતિપ્રદ, માહિતીપ્રદ અને લોકરંજક કાર્યક્રમો કરતા જોવા મળે છે. અમદાવાદમાં પ્રાઇવેટ ડોગ કેનલ ક્લબ દ્વારા આયોજિત ડોગ શો માં પબ્લિકના ડોગ તથા પોલીસ ડોગે પણ ભાગ લીધો હતો. જેમાં પોલીસ ડોગ ટ્રેનિંગ સેન્ટર અમદાવાદમાં ગુજરાતના દરેક જિલ્લાના પોલીસ ડોગ ટ્રેનીંગમાં છે તેમાંથી દસને ડોગ શોમાં ભાગ લીધેલ હતો. તેમાં બનાસકાંઠાના ડોગ હેન્ડલર વિક્રમકુમાર રાવલ તથા પો.ડોગ રૌશની પૃથ્વીરાજ તથા ડોંગલ તથા મહેસાણા ડોગ હેન્ડલર અનિલસિંહ ઝાલા ડોગ વિરુ તથા ડોગ હેન્ડલર પ્રેમસિંહ જાડેજા ભૂજ તથા ડોગ જય તથા ડોગ હેન્ડલર રામદેવસિંહ જાડેજા, તથા ડોગ ઇલેક્ટ્રીકા અમદાવાદ શહેર પોલીસના વગેરે એ ડોગ શો માં ભાગ લઈને પ્રશંસનીય કામગીરી કરેલ છે.