20 જાન્યુઆરી
વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
સુઈગામ તાલુકા ના પાડણ મુકામે યુવા એકતા મંચ પાડણ ના સહયોગ થી ભવ્ય સન્માન સમારોહ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે
ત્યારે નિવૃત કર્મચારી ઓ અને હાલ માં ફરજ બજાવતા તથા નવ નિયુક્ત થયેલા કર્મચારી ઓ નો ભવ્ય સન્માન સમારોહ પ્રાચીન નગરી પાડણ ના આંગણે 27 જાન્યુઆરી ના રોજ યોજાશે.
પ્રાચીન શિવ ની નગરી તરીકે ઓળખાતું પાડણ ગામ પ્રાચીન ઐતિહાસિક પૌરાણિક ઇતિહાસ ધરાવે છે અહીંયા પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા માંફરજ બજાવી નિવૃત થયેલા કર્મચારી ઓ તથા હાલ માં ફરજ બજાવતા કર્મચારી ઓ અને નવી સરકારી ભરતી માં લાગેલા યુવાનો નું સન્માન યુવા એકતા મંચ પાડણ દ્વારા કરાશે અને ભવ્ય સમારોહ કાર્યક્રમ નું આયોજન કરાયું છે આ આયોજન નો મુખ્ય હેતુ શિક્ષણ ના પ્રવાહ ને આગળ વધારવા નો છે ગામ વધુ સંખ્યા માં યુવાનો શિક્ષિત બને શિક્ષણ થકી સંગઠિત બને શિક્ષણ નું પ્રમાણ વધે તેવી પ્રવૃત્તિ ઓ ગામ માં થાય તેવું યુવા એકતા મંચ નો મુખ્ય ધ્યેય છે