22 જાન્યુઆરી, વાત્સલ્યમ દૈનિક સમાચાર,સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે આવેલ ઐતિહાસિક શ્રી ગ્વાલીનાથ મહાદેવ સંસ્થાન તથા સમસ્ત સંતગણ (સમસ્ત ભરવાડ સમાજની ગુરુગાદી) થરા ખાતે આગામી જાન્યુઆરી મહિનાના અંતમાં અને ફ્રેબુઆરી મહિનાની શરુઆતમાં ગુજરાત રાજય સહિત રાજસ્થાન, મધ્યપ્રદેશ,મહારાષ્ટ્ર એમ ૪ રાજયોના કુલ ૩૦૦૧ કન્યાઓના સમૂહલગ્નનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવશે.જેમાં સમસ્ત ભરવાડ સમાજના સર્વ પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ પૂજય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના મધુરકંઠે ભાગવત સપ્તાહ તેમજ તારીખ ૩૦,૩૧ જાન્યુઆરી તેમજ તારીખ ૧,૨,૪ ફેબ્રુઆરીના રોજ રાત્રે ગુજરાતના ખ્યાતનામ કલાકારો માયાભાઈ આહિર, કિર્તિદાન ગઢવી,રાકેશ બારોટ, પરસોતમ પરી,રાજભા ગઢવી, ગીતા રબારી,દેવાયત ખાવડ, જીગ્નેશ કવિરાજ,હકુભા ગઢવી, કૌશિક ભરવાડ જેવા કલાકારોના ડાયરાઓ યોજાશે.તેમજ તા.૫/૨/૨૩ રોજ શ્રીશ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંતશ્રી ઘનશ્યામપુરીજી ગુરૂશ્રી શિવપુરીજી બાપુની રજતતુલા કાર્યક્રમ યોજાશે.આ પ્રસંગના અનુસંધાને થરા નગર પાલિકા ખાતે પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઈ ત્યારે અનેક ચર્ચા વિચારણા કરવામાં આવી તેમાં મુખ્ય મુદ્દા ની ચર્ચા થઈ કે આવનાર પ્રસંગે આવતા લોકો અને ભાવિક ભકતોને થરા શહેરમાં અને બજારમાં રખડતાં ઢોરોને પ્રસંગ પુરતાં પકડી પાડી બુકોલીયાવાસ પાસે વોટરવર્કસ ખાતે રાખવાનુ નક્કી કરેલ છે.નટવરભાઈ પ્રજાપતિ એ જણાવ્યું હતું કે આ મિટિંગમાં ચીફ ઓફિસર વિપુલકુમાર પરમાર,કૃષ્ણ ગૌ શાળા થરાના સ્વયં સેવકો,થરા નગર પાલિકા સ્ટાફ સહિત અનેક કાર્યકરો હાજર રહ્યા હતા.