21 જાન્યુઆરી, વાત્સલ્યમ દૈનિક સમાચાર, સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે 7-બટાલિયનમાં સામેલ N.C.C. પ્રવૃત્તિ ચલાવતી સંસ્થાઓના N.C.C. ના વિદ્યાર્થીઓનો કુલ સાત દિવસનો કેમ્પ યોજાયો હતો. જેમાં શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગરમાં ચાલતી N.C.C. પ્રવૃત્તિના વિદ્યાર્થીઓ પણ આ કેમ્પમાં જોડાયા હતા. આ કેમ્પમાં N.C.C.ના વિદ્યાર્થીઓ વચ્ચે વિવિધ રમતોની સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં આદર્શ વિદ્યાલય, વિસનગરના વિદ્યાર્થીઓએ પણ ભાગ લઈ ક્રિશ બી. પટેલે ખો-ખોની રમતમાં ગોલ્ડ મેડલ, ક્રિકેટની રમતમાં ગોલ્ડ મેડલ અને ૨૦૦મી. દોડમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. માનવ એસ. પટેલે ખો-ખોની રમતમાં ગોલ્ડ મેડલ, દક્ષકુમાર એ. ઠાકોરે ખો-ખોની રમતમાં ગોલ્ડ મેડલ, ક્રિકેટની રમતમાં ગોલ્ડ મેડલ તથા પ્રવિણ ચૌધરીએ ૧૦૦મી. અને ૨૦૦મી. દોડમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી N.C.C. પ્રવૃત્તિ થકી 7-બટાલિયનમાં આદર્શ વિદ્યાલય, વિસનગરનું ગૌરવ વધાર્યું હતું. આમ 7-બટાલિયનમાં આદર્શ વિદ્યાલય, વિસનગરનું ગૌરવ વધારવા બદલ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગરના પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારશ્રીઓ અને શાળા આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરી તથા સ્ટાફ મિત્રોએ N.C.C. ની પ્રવૃત્તિ ચલાવતા શિક્ષકશ્રી નિલેશભાઈ જાદવ અને N.C.C. ના વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.