BANASKANTHATHARAD

વાવના આછુંવા ગામે જીગ્નેશ મેવાણીનો સત્કાર કાર્યક્રમ યોજાયો

  1. 9 જાન્યુઆરી

વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

વાવ તાલુકાના આછૂંવા ગામે વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણીનો સત્કાર કાર્યક્રમ યોજાયો.જેમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી તેમજ વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત ના અધ્યક્ષ સ્થાને સત્કાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી ની ભારે બહુમતી સાથે જીત નો સત્કાર કાર્યક્રમ કરશનભાઈ માનાભાઈ પરમારને ત્યાં રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં દલિત સમાજના અગ્રણીઓ ગામના સરપંચ શ્રી તેમજ દરેક સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વાવ થરાદ અને સૂઇગામ રાષ્ટ્રીય દલિત અધિકારી મંચના પ્રમુખો, મહામંત્રીઓ અને હોદેદારો આં સત્કાર કાર્યક્રમ હાજર રહ્યા હતા. જેમાં રાષ્ટ્રીય દલિત અધિકારી મંચના કંવીનર જીગ્નેશભાઈ મેવાણી દ્વારા જણાવવામાં આવ્યું કે, રાષ્ટ્રીય દલિત અધિકારી મંચના દરેક ગામડે ગામડે રાષ્ટ્રીય દલિત અધિકારી મંચના પ્રમુખ અને મહામંત્રી ની નિમણુક કરવામાં આવે અને લોકો સુધી આં સંગઠન નો હેતુ સમજાવામાં આવે અને સંગઠનને આગળ ધપાવવામાં આવે . રાષ્ટ્રીય દલિત અધિકારી મંચ સંગઠનનો મુખ્ય હેતુ લોકો સાથે અન્યાય અને અત્યાર સામે લડી લોકોને પડતી મુશ્કેલીઓ નિરાકરણ આવે. અને સાથે વાવ થરાદ અને સૂઇગામ તાલુકાના બહુજન સમાજ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!