20 જાન્યુઆરી
વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
થરાદ શહેરમાં આવેલી આનદ નાગર પ્રાથમિક શાળા 3 થરાદમાં આજરોજ પર્યાવરણ જાગૃતિ શિક્ષણ કેળવણી ગુજરાત ઇકોલોજી કમિશન વન અને પર્યાવરણ વિભાગ દ્વારા પ્રકૃતિ કી પાઠશાળા કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રકૃતિ કી પાઠશાળા ના સંચાલન અનિલભાઈ રાવળ, સહાયક તરીકે રસિકલાલ ત્રિવેદી, અરુણાબેન વ્યાસ, તેમજ તેમની ટીમ દ્વારા બાળકોને માનવ સમાજ દ્વારા પ્રકૃતિને થતાં નુકશાન વિશે અને પ્રકૃતિનું જતન અને રક્ષણ કેવી રીતે કરી શકીએ તેની સુંદર માહિતી આપી હતી. કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકો ને પુસ્તક તેમજ પ્રમાણપત્ર અને ક્વિઝમાં જીતનાર બાળકોને કપ (મગ) ભેટ રૂપે આપવામાં આવ્યા. કાર્યક્રમના અંતે પોતાના જન્મદિને એક વૃક્ષ વાવવાના સંકલ્પ સાથે કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો
અંતમાં પ્રકૃતિની પાઠશાળાની ટીમે શાળાના આચાર્ય શ્રી એમ કે મણવર તથા તમામ સ્ટાફનો આભાર વ્યક્ત કરી શાળા પરિવાર તેમજ શાળાના ચાલતી શૈક્ષણિક પ્રવૃતિઓને બિરદાવી હતી.