જળ બચાવો અભિયાન અંતર્ગત”એમ.આર.એચ (સ્વસ્તિક) બાલમંદિર”માં હોળીકા દહન તેમજ તિલક હોળીની ઉજવણી કરવામાં આવી

0
21
વાત્સલ્યમ્ સમાચાર

IMG 20230304 WA0368 IMG 20230304 WA0367 5 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

શ્રી સોળ ગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન એમ આર એચ મેસરા બાલમંદિરમાં ભણતરની સાથે સાથે ધાર્મિક વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે,સ્વસ્તિક બાલમંદિરમાં હોળીકા દહન તેમજ તિલક હોળીનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં બાળકો દ્વારા છાણા અને ઘાસનાં પૂળા પ્રગટાવવી હોલિકાનું દહન કર્યું તેમજ પ્રદૂષણને ધ્યાનમાં રાખી હોલિકા દહનમાં કપૂર ગોટી નો ખાસ ઉપયોગ કરી વાતાવરણને શુદ્ધ અને પવિત્ર બનાવી દીધું તેમ જ પાણીનો દૂર ઉપયોગ ન થાય તે હેતુથી તેમજ પાકા રંગનો ઉપયોગ ન કરી ફક્ત તિલક હોલી કરી બાળકો દ્વારા લોકોને સંદેશો પહોંચાડવામાં આવ્યો છે,  બાળકોને ભક્ત પ્રહલાદ ની વાર્તા કહી હોલિકા દહન શા માટે કરવામાં આવે છે તેની સમજ આપી,આ તહેવાર નો પહેલો દિવસ હોળી અને બીજો દિવસ ધૂળેટી તરીકે ઉજવવામાં આવે છે, હોળી ફાગણ મહિનાની પૂનમના દિવસે મનાવવામાં આવે છે.આ કાર્યક્રમની હર્ષ ઉલ્લાસ થી ઉજવણી કરી હતી,આ કાર્યક્રમમાં ઉપસ્થિત સંસ્થાના પ્રમુખશ્રી આર.એમ પટેલ સાહેબ માધ્યમિક વિભાગના આચાર્યશ્રી મણીભાઈ સુથાર સાહેબ, મહેન્દ્રભાઈ પંચાલ સાહેબ, બાલમંદિર વિભાગનાં આચાર્યાં ર્શ્રીમતી દર્શનાબેન મોદી, સમગ્ર સ્ટાફગણ, તેમજ અમારા વ્હાલા નાના ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા,આ કાર્યક્રમનું સમગ્ર માર્ગદર્શન સંસ્થાના પ્રમુખશ્રી આર. એમ પટેલ સાહેબ દ્વારા આપવામાં આવ્યું હતું.IMG 20230304 WA0366

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews