સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે શાળાના કમ્પ્યુટર શિક્ષક ભાવિકભાઈ તરફથી તેમના પિતાની પુણ્યતિથિ નિમિત્તે ધોરણ 9 થી 12 માં પ્રથમ ત્રણ નંબર મેળવનારને ભેટ આપવામાં આવી.*

0
23
વાત્સલ્યમ્ સમાચાર

IMG 20230121 WA0409

22 જાન્યુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે ભાવિકભાઈ પરમાર માધ્યમિક વિભાગમાં કમ્પ્યુટર શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમના પિતા પોલીસ ખાતામાં ફરજ બજાવતા હતા. તેમનું તા. 21/01/2001 ના રોજ હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું.પિતાની છત્રછાયા બાલ્યાવસ્થામાં ગુમાવનાર ભાવિક ભાઈ પરમારે પોતાના જીવનમાં ઘણા ઉતાર ચઢાવ જોયા છે.  પોતાની જાતે પ્રયત્નો કરીને તેઓ MCA B. Ed થયા છે. તેમના પિતાની આ 22 મી પુણ્યતિથિ નિમિત્તે શાળામાં કરુણ ભજન સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી. ત્યાર બાદ ધોરણ 9 થી 12 માં પ્રથમ વાર્ષિક પરીક્ષા 2022 માં પ્રથમ ત્રણ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને ભાવિકભાઈ પરમાર તરફથી સ્ટુડન્ટ પેડ ( ટેકો લેવા માટે) આપવામાં આવ્યા હતા. શાળાના આચાર્યશ્રી અને સુપરવાઈઝરશ્રીએ ભાવિકભાઈ પરમારનો આભાર માન્યો હતો.IMG 20230121 WA0410

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews