26 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
દાંતીવાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ની કારોબારી સભા ચોડુંગરી પ્રાથમિક શાળા ખાતે 25 માર્ચ ના બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના કોષાધ્યક્ષ શ્રી મહિપાલસિંહ દેવડાના અધ્યક્ષ સ્થાને મળી, જેમાં બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ અને મીડિયા સેલ નાં અધ્યક્ષ શ્રી હરેશભાઈ દરજી તેમજ તાલુકા સંઘના મહામંત્રી શ્રી સુભાષભાઈ પટેલ તેમજ તમામ સેન્ટરના કારોબારી સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા. આજે દાંતીવાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના *પ્રમુખ તરીકે બાબુલાલ એન. જેગોડા* ની સર્વાનુમતે વરણી કરવામાં આવી. આ સાથે તાલુકાના અન્ય હોદ્દેદારો ની નિમણુક કરવામાં આવી તેમજ તાલુકાના શિક્ષકોના પ્રશ્નો બાબતે જિલ્લા અને રાજ્ય સંઘ માં સઘન રજૂઆત કરવા બાબતે ઠરાવ કરવામાં આવ્યો તાલુકા સંઘની વર્ષ 2022 ની ફી આપવા બદલ શિક્ષકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો, તાલુકામાં શિક્ષકોના ઉચ્ચતર અને એરિયર્સ બિલ બાબતે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી , બીટ કે. નિ.શ્રી કેન્દ્રચાર્યશ્રીઓ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.આગામી સમયમાં તાલુકા અને જિલ્લા ના કક્ષાએ પડતર પ્રશ્નો માટે સતત સક્રિયતા માટે ટીમ વર્ક થી કામ કરવા અંગે પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી.રામકથા અને અધિવેશન માટે વધુમાં વધુ ફાળો એકઠો કરવો તેમ જ રામકથામાં સહભાગી થવા બાબતે પણ સૌને જણાવવામાં આવ્યું.કોષાધ્યક્ષ તરીકે દિલીપભાઈ પટેલ, સીની. ઉપ પ્રમુખ તરીકે શ્રી મનુભાઈ એ. પટેલ, જિલ્લા સંઘ ના પ્રતિનિધિ તરીકે ડી.કે. મુડેઠીયા, નરશીભાઇ મેવાડા, મકબુલખાંન સિંધી ,સીની. ઉપ પ્રમુખ ઝોન કક્ષા તરીકે મકબૂલખાન સિંધી, હિતેશભાઈ મહેતા, સિનિયર મંત્રી તરીકે રસિકભાઈ માળી,શંકરભાઈ ખરાડી, ઉપ પ્રમુખ તરીકે હરજીભાઈ પ્રજાપતિ, નાનજીભાઈ મોદી,સહ મંત્રી તરીકે દિનેશપુરી ગોસ્વામી, આલોકભાઈ મિશ્રા,હિતેશભાઇ પટેલ, સંગઠન મંત્રી તરીકે સેજલભાઇ પટેલ, મીડિયા સેલ સભ્ય તરીકે પ્રવિણભાઈ બારોટ ,વ્યાયામ કનવીનર તરીકે હરેશભાઈ પરમાર, HTAT કનવીનર તરીકે રવિભાઈ ડાભી, વાલજીભાઈ પરમાર તેમજ મહિલા હોદ્દેદાર તરીકે ઉષાબેન ચાવડા મહિલા પ્રમુખ અને વર્ષાબેન પટેલ ની મહિલા મંત્રી તરીકે નિમણૂક સર્વાનુમતે કરવામાં આવી. નવનિયુક્ત સમગ્ર ટીમ શિક્ષક હિતમાં કાર્ય કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી. નવ નિયુક્ત હોદ્દેદારોનું ફૂલહાર થી સન્માન કરવામાં આવ્યું. આગામી સમયમાં વર્ષમાં એક વાર તાલુકા નું સંમેલન, દર ત્રણ માસે કારોબારી સભા, દર માસે સંકલન બેઠક તેમજ તમામ સેન્ટરમાં સેન્ટર સંમેલન યોજવુ અને સારી કામગીરી ને બિરદાવવા નું ઠરાવવામાં આવ્યું.આજની કારોબારી સભામાં મંડળીના વાઇસ ચેરમેન અને તાલુકા સંઘ ના સિનિયર આગેવાન શ્રી રમેશભાઈ ગોહિલ દ્વારા ભાકોદર સેન્ટર વતી સૌનું સ્વાગત કરવામાં આવ્યું, આભાર વિધિ શ્રી હિતેશભાઈ મહેતા દ્વારા કરવામાં આવી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી દિલીપભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું , શાળાના આચાર્ય શ્રી પીનકીનભાઈ ત્રિવેદી નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.આમ ખૂબ જ સુંદર માહોલ માં દાંતીવાડા તાલુકા સંઘ ની કારોબારી સભા ભરવામાં આવી.