કાંકરેજ તાલુકાના ઘેઘૂરવડના નામે પ્રખ્યાત તાંણા ગામે ઐતિહાસિક ચામુંડા માતાજીનુ મંદિર આવેલ છે મંદિરની સાનિધ્યમાં આવેલ ગોકુલનગર સોસાયટીમાં બિરાજમાન શ્રી ગોકુળીયા ગોગા મહારાજના મંદિરે પ્રતિષ્ઠા દિન નિમિતે દર
વર્ષે આસો સુદ ચૌદસ ના પાવન દિવસે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે દર વર્ષની જેમ અઠયાવીસમાં વર્ષે આસોસુદ-૧૨ ને ગુરૂવાર નારોજ સવારે યજ્ઞ પ્રારંભ કરવામાં આવેલ જ્યારે આસોસુદ-૧૩/૧૪ ને શુક્રવાર તા.૨૭/૧૦/૨૦૨૩ રોજ સવારે શોભાયાત્રા નીકળેલ ત્યારે પંડિત જયંતીભાઈ જોષી,શાસ્ત્રી બકાલાલના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાંર સાથે યજ્ઞ યોજાયો હતો.આ અવસરે અનેક દાતાઓએ લાભ લીધો હતો જેમાં ભોજન પ્રસાદ મુક્તાબેન અચરતલાલ ઠક્કર,શ્રી ગોગા મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા તથા યજ્ઞના મુખ્ય યજમાન દક્ષાબેન વિજયભાઈ ઠક્કર,શ્રી ગણપતી દાદાની મૂર્તિની પ્રતિષ્ઠા ગંગા સ્વરૂપ ચંપાબેન જયંતીભાઈ ઠક્કર પરિવાર,શ્રી હનુમાનજી દાદાની મૂર્તિની પ્રતિષ્ઠા મનોજકુમાર નટવરલાલ ઠક્કર, ધ્વજાદંડ પ્રતિષ્ઠા ધુડાભાઈ હરદાસભાઈ સુથાર,પ્રથમ આરતી સ્વ.નારંગીબેન પ્રભુરામભાઈ ઠક્કર પરિવારના રાજુ ઠક્કર/લલિત ઠક્કર,શિખર પ્રતિષ્ઠા કપિલાબેન હર્ષદભાઈ ઠક્કર,શ્રી વિહત માતાજીના ફોટાની પ્રતિષ્ઠા સ્વ.સમુબેન પોપટલાલ દરજી પરિવાર,પ્રતિષ્ઠા મંદિરમાં વાસ્તુ પૂજન સ્વ.પાર્વતીબેન વેરશીભાઈ પ્રજાપતિ પરિવાર,પ્રથમ પૂજા તેમજ ફુલહાર પટેલ લીલાબેન બાબુભાઈ,પ્રથમ દ્વાર ખોલવાના ઝંખનાબેન મુર્ગેશકુમાર ઠક્કર, પ્રથમ થાળના યજમાન બારોટ દિનેશભાઈ ચોથાજી,કર્મકુટિર અને જળ યાત્રાના યજમાન ઉમેશભાઈ વિરામભાઈ પ્રજાપતિ નેકારીયા,માનસુંગભાઈ પટેલ જાખેલ,ગોવિંદભાઈ પ્રજાપતિ વકીલ,દિનેશભાઈ શિવાભાઈ પ્રજાપતિ વરસડા,અમરતભાઈ સુથાર એ-લાલ પેઈન્ટર, વસંતભાઈ ઠક્કર,ભરતભાઈ સોની સહિત અનેક દાતાઓએ લાભ લીધો હતો.દરેક દાતાઓનું તથા મહેમાનોને ફુલહાર પહેરાવી શ્રી ગોગા મહારાજની છબી આપી સમસ્ત ગોકુળ નગર સોસાયટી પરિવાર દ્વારા સન્માન કર્યું હતું.રાધેશ્યામ મંડપના હરિભાઈ ઠક્કર/દિનેશભાઈ ઠક્કરે મંડપ તેમજ ભોજન વ્યવસ્થામાં સહયોગ પૂરો પાડ્યો હતો.સ્ટેજ સંચાલન નાગરિક મંડળીના મેનેજર તરૂણભાઈ ઠક્કરે કર્યું જ્યારે આભાર વિધિ નિરંજનભાઈ ઠક્કરે કરેલ.આ પ્રસંગે થરા એ.પી.એમ.સી.ના ચેરમેન અણદાભાઈ આર.પટેલ, ખેડૂત અગ્રણી ચૌધરી અણદાભાઈ સાંમતાભાઈ,જૈન શ્રેષ્ઠી અતુલભાઈ શાહ અતુલ નાસ્તા, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ,મહામંત્રી અમીભાઈ દેસાઈ,ડૉ.રાજેશ કે.બ્રહ્મભટ્ટ,દિનેશજી જાલેરા, તાણા સરપંચ ગીરીશભાઈ પટેલ,અચરતલાલ
ઠક્કર,થરા શહેર ભાજપ પૂર્વ પ્રમુખ કનુભાઈ બી.ઠક્કર,રાયમલભાઈ ડી.પટેલ, બ.કાં.જિલ્લા આઈ. ટી.સહ ક્ન્વિનર ઉમેશભાઈ વિરમભાઈ પ્રજાપતિ,ભરતભાઈ કાનાબાર,કાન્તિભાઈ દરજી ભુવાજી,રાજુ ઠક્કર લાટી,કનક ખત્રી, કલ્પેશ
ઠક્કર,ભાવેશ ઠક્કર સહિત તાણા-થરા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.ભોજન પ્રસાદ લઈ સૌ છુટા પડ્યા હતા.
નટવર.કે.પ્રજાપતિ,થરા
તાણામાં ગોકુળીયા ગોગા મહારાજનો પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર