હિંદવાણી કાંકરેજી ડીસા પરગણાની પગપાળા યાત્રા અર્બુદાઘામ‌ પાલનપુર ખાતે પહોંચી

0
18
વાત્સલ્યમ્ સમાચાર

IMG 20230121 WA0323 IMG 20230121 WA0325 IMG 20230121 WA032421 જાન્યુઆરી, વાત્સલ્યમ દૈનિક સમાચાર, સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

મા અર્બુદા 108 કુંડી સહસ્ત્ર ચંડીમહાયજ્ઞનુંભવ્યાતિભવ્ય ઐતિહાસિક આયોજન 2 થી 5 ફેબ્રુઆરી 2023 દરમિયાન થઈ રહ્યું છે,ત્યારે સમગ્ર આંજણા સમાજનુ આ ધાર્મિક નજરાણું કંડારાઈ રહ્યું છે.જે આપણા સમાજ માટે ગૌરવ અને હરખની હેલી સમાન છે.મિત્રો! જીવનમાં પ્રસંગો તો વારંવાર આવતા-જતા હોય છે, પણ આપની કુળદેવીનો આવો અવસર તો દાયકાઓમાં દુલૅભ હોય છે.આંજણા સમાજ માટે અને મા પ્રત્યેનું રૂણ અદા કરવાનો આ અદભુત અને અલભ્ય અવસર આવ્યો છે.આ અવસર છે આરાધનાનો… આપણી શ્રદ્ધાનો..મા ને મળવાનો…આ અવસરને દીપાવવા..હિંદવાણી કાંકરેજી ડીસાવળ પરગણાની પગપાળા યાત્રા તારીખ 21/1/2023 શનિવાર,સવારે 9:00 કલાકે ..ચડોતરથી મા અર્બુદા ધામ પાલનપુર સુધી રાખવામાં આવેલ હતી આંજણા (ચૌધરી) સમાજના સૌ ભાઈ બહેનો સામાજિક પહેરવેશમાં પગપાળા ચાલીને મા અર્બુદાના ગગનભેદી જયધોષ અને ગરબા રમતા અર્બુદા ધામ ખાતે પહોંચી ને પદયાત્રાને યાદગાર અને સફળ બનાવી હતી જેની સુવાસ ચોમેર પ્રસરી રહી છે.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews