BANASKANTHAPALANPUR

વટીલા હનુમાનદાદા મંદિર ચંગવાડા ખાતે અરજી માટે ઉભરાતી ભક્તોની ભારે ભીડ

9 જાન્યુઆરી, વાત્સલ્યમ દૈનિક સમાચાર, સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

વડગામ તાલુકાના ચંગવાડા ગામમાં એક ખેતરમાં વટીલા હનુમાનદાદા નું મંદિર આવેલું છે. જ્યાં દર્શનાર્થે શનિવાર અને મંગળવારે ભક્તોનું ઘોડાપૂર જોવા મળે છે. ગામથી થોડીક દૂર ખેતરમાં આવેલા મંદિરમાં મીની સાળંગપુર ના નામે ઓળખાતુ એક ભક્ત દ્વારા વર્ષો સુધી હનુમાનજી ભક્તિ કરીને સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મહારાજ ના આદેશ થી બનાવવામાં આવેલ હનુમાનજી દાદા નું મંદિર છે.સાળંગપુરના હનુમાન દાદા અહીં વસવાટ કરે છે તેવું ભક્તરાજ અને લોકમુખે સાંભળવા મળે છે.અહી અંધશ્રદ્ધા નિર્મૂલન નું કાર્ય થાય છે એટલે ના બાધા ,આખડી કે દોરા -ધાગા વગેરે કરવામાં આવતા નથી કે અહી કોઈ દાન‌ કે દક્ષિણા સ્વીકારવામાં આવતી નથી અને દાન દક્ષિણા માટે કોઈ દાનપેટી પણ મૂકવામાં આવેલ જોવા મળતી નથી. માત્ર હનુમાનજીને ફળ-ફળાદિ , અડદના વડા ની પ્રસાદ તેમજ તળેલી વાનગી જ ચઢાવવામાં આવે છે.જે દીન -દુખિયારા હોય તેમને પોતાની વ્યક્તિગત અરજી દાદાના મંદિર ઉપર આરતી સમય બાદ અરજી થકી રજુ કરવામાં આવે છે અને જે ભક્ત અરજી માટે જળ જે મંદિર ની અંદર દાદા ના હુકમ પછી અરજી માટે આપવામાં આવે છે તે જળ ને રામપાત્ર માં સેવકો થકી પ્રભુ ચરણ માં મૂકવામાં આવે છે અને હનુમાન દાદા પ્રત્યે ની જેવી જેની ભક્તિ હોય અને શ્રધ્ધા હોય તેવું ફળ ચોક્કસ મળે છે જ તેવું મંગળવારે અને શનિવારે ઉભરાતા ભકતોના ઘોડાપૂર માં ચર્ચા થતી અને પુરાવા મળ્યા હોય તેવું સાતત્ય પૂર્ણ સાંભળવા મળે છે.એટલે તો કહેવાય છે કે ‘”જ્યાં શ્રધ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર હોતી નથી'” અને એટલે તો અત્યારે કલિકાલ માં દેવ, દૈવી શક્તિ નો મહિમા વધી રહ્યો છે.અને એટલે તો દેશમાં રામમંદિર તથા અન્ય મંદિરો નો સરકાર દ્વારા જીર્ણોદ્ધાર થતો જોવા મળી રહ્યો છે.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!