કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે આવેલ શ્રી જલારામ મંદિરે કાંકરેજ તાલુકાના વીર ભામાશા કહીશકાય તેવા કાંકરેજના પૂર્વ ધારાસભ્ય રાજ્યસભા એવમ રાજ્ય સભાના સાંસદ બાબુભાઈ દેસાઈનો ભારતીય જનતા પાર્ટી કાંકરેજ વિધાનસભા દ્વારા સન્માન સમારોહ આજરોજ તા.૨૦/૧૧/૨૦૨૩ના રોજ સવારે બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલ,દીયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ, રાજ્યસભા પૂર્વસાંસદ દિનેશભાઈ અનાવાડિયા (પ્રજાપતિ),જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા,પ્રભારી કનુભાઈ વ્યાસ,થરા માર્કેટયાર્ડના ચેરમેન અણદાભાઈ પટેલ,જિલ્લા ભાજપ મહામંત્રી ડાહ્યાભાઈ પીલિયાતર,અચરતલાલ ઠક્કર, બનાસકાંઠા જિલ્લા ઠાકોર સેના પ્રમુખ દિનેશજી ડી.જાલેરા, ભારતસિહ ભટેસરીયા,ડૉ.રાજેશ કે.બ્રહ્મભટ્ટ,સુખદેવસિંહ સોઢા, અશ્વિનભાઈ વકીલ શિહોરી,થરા સ્ટેટમાજી રાજવી એવમ થરા નગર પાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા,કોર્પોરેટર વિક્રમસિંહ વાઘેલા,મહેન્દ્રસિંહ વાઘેલા, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ,મહામંત્રી અમીભાઈ દેસાઈ,ઈશુભા વાઘેલા,થરા શહેર ભાજપ પ્રમુખ ભુપેન્દ્રસિંહ ડી.પરમાર,મહામંત્રી રાઘવેન્દ્ર જોશી,અલ્પેશભાઈ શાહ,તાણા સરપંચ દશરથભાઈ ઠક્કર,પૂર્વ સરપંચ ગિરીશભાઈ પટેલ,અખાભાઈ ચૌધરી, રાયમલભાઈ પટેલ,દિનેશભાઈ ઠક્કર,નિરંજનભાઈ ઠક્કર સહીત વિશાળ સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિતમાં સ્નેહમિલન સમારોહ યોજાયો હતો.સાંસદ બાબુભાઈ દેસાઈ શ્રી જલારામ મંદિરે પધારતાં ટ્રસ્ટીઓ દ્વારા જલારામબાપા ની છબી આપી ખેસ ઓઢાડી સન્માન કર્યું હતું. શાસ્ત્રી રાધવેન્દ્ર જોશી ના મુખારવિંદે મંત્રોચ્ચાંર સાથે દીપ પ્રાગટય કરી ઈશ્વરભાઈ પટેલે શાબ્દિક સ્વાગત દ્વારા સ્વાગત કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.કાંકરેજ તાલુકા રબારી સમાજના યુવાનેતા અને કોંગ્રેસ સમિતિ ઉપપ્રમુખ ઉચરપીના સરપંચ કોંગ્રેસ પાર્ટી ને રામ રામ કરી ૨૦ જેટલા સમર્થકો સાથે ભાજપનો ભગવો ધારણ કરીને ભાજપમાં જોડાયા હતા.આ પ્રસંગે બાબુભાઈ દેસાઈ જણાવ્યું હતું કે કાંકરેજ તાલુકાના શિહોરી થી ઊંદરા રસ્તા ટૂંક સમયમાં બનાવીશું સમગ્ર ગુજરાતના વિકાસના કામો કરવાની મારી ફરજમાં આવે છે.આવનાર દિવસોમાં લોકસભા ની ચૂંટણીમાં કાંકરેજ તાલુકા વિધાનસભા બેઠક પરથી ભાજપ ને એક લાખ કરતા વધુ મતોની લીડ મળે એવી આશા રાખવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.કાંકરેજ તાલુકાબાર કાઉન્સિલના અશ્વિનભાઈ શાહ સહિત ધારાશાસ્ત્રીઓ દ્વારા બાબુભાઈ દેસાઈનું સન્માન કરવામાં આવ્યું હતું.આભારવિધિ ભીલડી મંડળના પ્રમુખ પનજી સોલંકીએ કરી હતી.ભોજન પ્રસાદ લઈ સૌ છુટા પડ્યા હતા.
નટવર.કે.પ્રજાપતિ,થરા
Kankrej : થરા શ્રી જલારામ મંદિરે સાંસદ બાબુભાઈ દેસાઈનો સ્નેહમિલન સમારોહ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર