Khelmahakumbh : બનાસકાંઠામાં ખેલ મહાકુંભ 2.O નું આયોજન હાથ ધરાયું

0
115
વાત્સલ્યમ્ સમાચાર

ખેલ મહાકુંભ 2.0 માં અંડર-9 થી અંડર-17 વયજુથના ખેલાડીઓ શાળા કક્ષાએ ફરજીયાત ભાગ લે તે માટે પ્રોત્સાહિત કરવા જિલ્લા વહીવટી તંત્રએ અપીલ કરી

*******

દરેક ખેલાડીઓ ઓનલાઇન વેબસાઇટ https://khelmahakumbh.gujarat.gov.in/khelmahakumbh-registration પરથી રજિસ્ટ્રેશન કરી શકશે

(માહિતી બ્યુરો, પાલનપુર)

ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ આયોજીત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત સંચાલિત જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે  ખેલ મહાકુંભ 2.O નું આયોજન હાથ ધરાયું છે. શાળા, ગ્રામ્ય, તાલુકા, જિલ્લા રાજય સ્તરે વિવિધ સ્પર્ધાઓ યોજવાની છે. ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત અંડર 09, અંડર 11, અંડર-14 અને અંડર 17 વયજુથના ખેલાડીઓ શાળા કક્ષાએ ફરજીયાત ભાગ લે તે માટે પ્રોત્સાહિત કરવા જિલ્લા વહીવટી તંત્રએ અપીલ કરી છે. જેમાં દરેક ખેલાડીઓ ઓનલાઇન વેબસાઇટ https://khelmahakumbh.gujarat.gov.in/khelmahakumbh-registration પરથી રજિસ્ટ્રેશન કરી શકાશે. આ રજિસ્ટ્રેશનમાં મુશ્કેલી માટે 1800-274-6151 ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરી શકાશે.

વિવિધ રમતોમાં વિવિધ વયજુથ પ્રમાણે રજિસ્ટ્રેશન કરાવી શકાશે જેમાં 09 વર્ષથી નીચે, 11 વર્ષથી નીચે, 14 વર્ષથી નીચે, 17 વર્ષથી નીચે, ઓપન એઇજ ગ્રુપ, 40 વર્ષની ઉપર અને 60 વર્ષની ઉપરની વયજુથના નાગરિકો પણ રમત પ્રમાણે ભાગ લઇ શકશે

એક શાળાના વિધાર્થી ટીમ હોવી જોઇએ જેના આચાર્ય અને શાળાનો કોડ નંબર એક હોવો જોઇએ તેમજ બોનાફાઇડ વિધાર્થીઓ હોવો જરૂરી છે. જન્મ તારીખ સાચી દર્શાવવી જરૂરી છે. કોઇપણ રમતવીર કોઇપણ એક જિલ્લામાંથી બે જ રમતમા ભાગ લઇ શકશે સહિતના વિવિધ નિયમોનું પાલન કરવાનુ રહેશે.

આ વર્ષે તાલુકા કક્ષાએ પણ વિવિધ પ્રોત્સાહન ઇનામ તરીકે રોકડ પુરસ્કાર આપવામાં આવનાર છે. દરેક રમત અને વયજુથમાં સમાન પુરસ્કાર આપવામાં આવશે. ચાલુ વર્ષે ખેલ મહાકુંભમાં 39  રમતોનો સમાવેશ કરવામાં આવેલ છે.

બનાસકાંઠા જિલ્લાના વધુને વધુ ખેલાડીઓ રમતમાં ભાગ લે તેમજ અન્ય ખેલાડીઓને પ્રોત્સાહિત કરે તે માટે જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા રમત ગમત કચેરી બનાસકાંઠા દ્વારા અનુરોધ કરાયો છે.

 

khelmaha kumbh

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews