નારણ ગોહિલ લાખણી
સ્વામી નારાયણ સંપ્રદાયના સંત બ્રહ્મ સ્વરૂપ સ્વામી બાફટ ટિપ્પણી કરતા પ્રજાપતિ સમાજમાં રોષ.
સમગ્ર ગુજરાત ભરમાં થોડા સમય થી સ્વામી નારાયણ સંપ્રદાયના સાધુ સંતો બ્રહ્મ સ્વરૂપ સ્વામી નો વિવાદ હમણાં થોડા સમયથી વકરી રહ્યો છે થોડા દિવસો અગાઉ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીના મંદિરે ભીત ચિત્રો નો વિવાદ વકર્યો હતો જેમાં સ્વામી નારાયણ સંપ્રદાયનો ગુજરાત ભરમાં વિરોધ કરાયો હતો અને ભીત ચિત્રો હટાવવા માં આવ્યા હતા જે ઘટના હજુ ભુલાઈ પણ નથી ને બીજો એક વિવાદ વકરી રહ્યો છે જેમાં પ્રજાપતિ સમાજ સ્વામી નારાયણ સંપ્રદાયના સાધુનો વિરોધ કરી રહી છે.
સમગ્ર ઘટના વિશે જાણીએ તો સ્વામી નારાયણ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપ સ્વામી દ્વારા એક વિડિયો ક્લિપ વાયરલ કરવામાં આવી છે જેમાં પ્રજાપતિ સમાજ ના ભક્ત શ્રી ગોરા કુંભાર વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ કરી તેમના વિરુદ્ધ કથિત ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે જે વિડિયો સોશ્યલ મીડિયા માં વાઇરલ થતાં સમગ્ર પ્રજાપતિ સમાજે તેનો વિરોધ કાર્યો છે અને ઠેર ઠેર જગ્યાએ આવેદનપત્ર પાઠવી સ્વામી નારાયણ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપ સ્વામી સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહી છે જયારે તારીખ ૩૦-૯-૨૦૨૩ ના બહોળી સંખ્યામાં દિયોદર પ્રાંત કચેરીએ પ્રાંત અધિકારીને પ્રજાપતિ સમાજના લોકોએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી જયારે આજે તારીખ ૩ ૧૦ ૨૦૨૩ ના રોજ બનાસકાંઠાના લાખણી તાલુકાના પ્રજાપતિ સમાજના લોકોએ લાખણી મામલતદાર ને આવેદનપત્ર પાઠવી રાજુઆત કરવામાં આવી હતી જેમાં પ્રજાપતિ સમાજમાં લોકોએ જણાવ્યું કે અમારી સમાજના ભક્ત શ્રી ગોરા કુંભાર વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી કથિત ટિપ્પણીઓ કરવામાં આવી છે જેથી પ્રજાપતિ સમાજના લોકોની લાગણી દુભાઈ છે અને સ્વામી નારાયણ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપ સ્વામી જાહેરમાં આવીને માફી માંગે નહિ માંગે તો આગામી સમયમાં અમે ગુજરાત ભરમાં આંદોલન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી.